બહુચરાજીમાં અેસસી બેઠક પર ચૂંટાયલા કોંગ્રેસના સભ્યને પ્રમુખની લોટરી:10 તાલુકા પંચાયતોમાં 9માં ભાજપ અને એકમાં કોંગ્રેસના પ્રમુખ બનશે
મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતો પૈકી 9 તાલુકા પંચાયત માં ભાજપ અને એકમાં કોંગ્રેસના સભ્ય પ્રમુખ બનશે તે લગભગ નક્કી થઇ ગયું છે. સોમવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે પૂર્વે રવિવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આ વી હતી. જેમાં કડી, મહેસાણા અને ખેરાલુમાં પ્રમુખ પદ માટે બે-બે ફોર્મ ભરાયાં હોઇ અહીં ચૂંટણી કરવી પડશે. જોકે બહુમતી ભાજપની હોઇ જીત તેમની નક્કી છે. જ્યારે વિજાપુર, વડનગર, વિસનગર, જોટાણા, સતલાસણા અને ઊંઝામાં ભાજપનું એ ક-એક ફોર્મ ભરાયું છે. જ્યારે એ કમાત્ર બહુચરાજીમાં કોંગ્રેસના પ્રમુખ બનશે. ભાજપની સ્પષ્ટ બહુમતી છે, પરંતુ એ સસી અનામત બેઠક પર કોંગ્રેસના જ ઉમેદવાર ચૂંટાયા છે. તેઓ પણ બિનહરીફ થયા છે. 10 પૈકી પાંચ તાલુકા પંચાયતમાં મહિલાનું શાસન રહેશે. આ તમામ 10 તાલુકા પંચાયતોમાં ભાજપને ઓકમાત્ર ખેરાલુમાં સ્પષ્ટ બહુમતી મળી નથી. આથી સત્તા મેળવવા માટે અહીં અપક્ષનો સહારો લેવો પડે તેવી નોબત આવી છે. પક્ષના સૂત્રો મુજબ, એક અપક્ષ સભ્યનું સમર્થન મળ્યું હોઇ હાલ પૂરતું ભાજપનું ટેન્શન ઓછું જણાય રહ્યું છે. ક્યાંક જ્ઞાતિ સમીકરણ, ક્યાંક પક્ષની નિષ્ઠા જોવાઇ મહેસાણા : મહેસાણા તાલુકા પંચાયત વિસ્તારમાં મહેસાણા અને બહુચરાજી એમ બે વિધાનસભા ક્ષેત્રના ગામો આ વે છે. ગત પાંચ વર્ષમાં મહેસાણાને તક આ પી હતી. આ વખતે બહુચરાજી વિધાનસભાની અંબાસણ બેઠકના ભાવેશ પટેલને સુકાન સોંપ્યું છે. વિસનગર : ઇન્દ્રવદન પટેલ મોટા બાર કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે. વિસ્તારની મુખ્ય બે જ્ઞાતિઓ પૈકી પ્રમુખ પદ પાટીદારને અને ઉપપ્રમુખ પદ ચૌધરી સમાજને આ પી સમીકરણ બનાવ્યું છે. ખેરાલુ : હિરલબેન ચૌધરી, વિસ્તારમાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા સમાજમાંથી આ વે છે. પાતળી બહુમતી હોઇ પક્ષ કોઇ જોખમ લેવા માગતો ન હોઇ ઠાકોરને ઉપપ્રમુખ બનાવી જ્ઞાતિ સંતુલન જાળવ્યું છે. વિજાપુર : પ્રમુખપદ પછાતવર્ગ મહિલા અનામત હોઇ ચંદ્રિકાબેન પરમારને તાજ સોંપાયો છે. જ્ઞાતિ સમીકરણ સાચવવા માટે ચૌધરી સમાજને ઉપપ્રમુખ અને પટેલને કારોબારી ચેરમેન બનાવાયા છે. કડી : કડી વિધાનસભામાં પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ હોઇ જીતેન્દ્રભાઇ પટેલને પ્રમુખપદ અપાયું છે. તેઓ 27 કડવા પાટીદાર સમાજના છે અને તાલુકાની 8 બેઠકો પર આ સમાજનું પ્રભુત્વ છે. આથી 27 સમાજને પહેલીવાર તક અપાઇ છે. વડનગર : કનુજી ઠાકોર, તાલુકા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. કમાલપુરમાં બિનહરીફ સરપંચ તરીકે સફળ કામગીરી કરેલી છે. સંગઠનમાં સારો પ્રભાવ છે. ઠાકોર સમાજનો મજબૂત ચહેરો છે. સતલાસણા : હડોલ બેઠક પર 30 વર્ષ બાદ ભાજપની બિનહરીફ જીત થઇ છે. આ વિજયમાં રાજવી પરિવારનો મોટો હિસ્સો હોઇ નિર્મલાબા પરમારને પ્રમુખપદ માટે પસંદ કરાયાં છે. તેમના બિનહરીફ વિજેતા બનવાથી પ્રથમ વખત ભાજપને 12 બેઠકો મળી હોવાનું મનાય છે. જોટાણા : મધુબેન પટેલ મહેમદપુરા બેઠકથી જીત્યા છે. ગત ટર્મમાં કોંગ્રેસ પાસે હતી. મધુબેનના પતિ આત્મારામ પટેલ ભાજપના સિનિયર કાર્યકર્તા છે. તાલુકા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલ કિસાન મોરચાના મહામંત્રી છે. ઊંઝા : પ્રમુખ પદ પછાતવર્ગ મહિલા અનામત હોઇ હીનલબેન દેસાઈની પસંદગી કરાઇ છે. આ વિસ્તારમાં પાટીદાર અને ઓ બીસી સમાજનું રાજકીય પ્રભુત્વ રહેલું છે. તેને ધ્યાને લઇ દેસાઇને પ્રમુખ બનાવ્યા, તો ઉપપ્રમુખ પદ પટેલને અપાયું છે. બહુચરાજી : પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત છે અને એકમાત્ર શંખલપુર બેઠકથી કોંગ્રેસના હિતેશ મકવાણા વિજેતા બન્યા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખપદ કોંગ્રેસને મળશે.
Read Original Article →