સુવિધા:શહેરમાં 17 સ્થળે પ્રી ફેબ્રિકેટેડ જાહેર ટોયલેટ લાગશે

Gujarat5/26/2026, 12:00:00 AM
સુવિધા:શહેરમાં 17 સ્થળે પ્રી ફેબ્રિકેટેડ જાહેર ટોયલેટ લાગશે
મહેસાણા શહેરમાં લોકોની અવરજવર અને કોમર્શિયલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને જાહેર શૌચાલયોની સુવિધાનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં બસ સ્ટેશન નજીક જાહેર શૌચાલયનું પાકું બાંધકામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત શહેરના કુલ 22 સ્થળોમાંથી 17 સ્થળોએ મોડ્યુલર પ્રી-ફેબ્રિકેટેડ ટોયલેટ સ્થાપિત કરવામાં આવશે. તાજેતરમાં જૂની તાલુકા પંચાયત કચેરી નજીક આવેલા જૂના શૌચાલયની જગ્યાએ મોડ્યુલર ટોયલેટ મૂકવામાં આવ્યું છે. હવે પાણી, ગટર અને વીજ જોડાણની કામગીરી પૂર્ણ થયા બાદ કાર્યરત કરવામાં આવશે. બાંધકામ શાખાના સૂત્રોએ જણાવ્યું કે, દરેક ટોયલેટ પાછળ રૂ.5 થી 6 લાખનો ખર્ચ થશે. મોડ્યુલર ટોયલેટ બ્લોક તૈયાર કરી તેને સંબંધિત સ્થળે મૂકવામાં આવશે. ત્યાર બાદ ત્યાં પાણી, ગટર લાઇન નેટવર્ક અને વીજળીનું જોડાણ અપાશે. હાલમાં નવી ડિઝાઇનના ટોયલેટ બ્લોક એજન્સી તૈયાર કરી રહી છે. આ 17 સ્થળે મોડ્યુલર ટોયલેટ સ્થાપિત થશે‎ આરટીઓ ઓફિસ, માલ ગોડાઉન રોડ, નાલંદા સ્કૂલ, સાકેત ઇન્ડિયા સામે, પાડા કેન્દ્ર, સરોવર ચોક, હીરાનગર ચોક, સોમનાથ ચોક, કૃષ્ણાનો ઢાળ, જેલ રોડ, બેંક ઓફ બરોડા સામે, ચોકની લીમડી, પાલાવાસણા અંડરબ્રિજ, માનવ આશ્રમ, ડી-માર્ટ અંડરબ્રિજ, કમળપથ સામે, તાવડિયા ચોકડી, બિલાડી બાગ, કસબા દેવીપૂજકવાસ, રેલવે સ્ટેશન, લકી બૂટ હાઉસ ગલી, શાકભાજી માર્કેટ સ્વચ્છતા સર્વેક્ષણમાં જાહેર‎ શૌચાલયના 600 ગુણ મહત્વના‎ જાહેર શૌચાલય માટે સામાન્ય રીતે તેની સ્વચ્છતા, ગંધ નિયંત્રણ,‎ પાણીની ઉપલબ્ધતા, પુરુષ અને મહિલાઓ માટે અલગ સુવિધા,‎ હેન્ડવોશ, સાબુ તથા અન્ય સ્વચ્છતા સુવિધાઓ તેમજ જાળવણી ‎સહિતની સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન ચકાસણી કરવામાં આવે છે.‎ જેના 600 ગુણ હોય છે.‎
Read Original Article →