હથિયારોના સોદાગરની ‎ધરપકડ‎:મહેસાણાનો યુવક રાજસ્થાનથી લાવેલી ‎બે પિસ્તોલ વેચે પહેલાં પોલીસે દબોચ્યો‎

Gujarat5/12/2026, 1:02:23 AM
હથિયારોના સોદાગરની ‎ધરપકડ‎:મહેસાણાનો યુવક રાજસ્થાનથી લાવેલી ‎બે પિસ્તોલ વેચે પહેલાં પોલીસે દબોચ્યો‎
રાજસ્થાનથી હથિયાર લાવીને મહેસાણામાં વેચનાર નાગલપુરમાં રહેતા સોની યુવકને મહેસાણા એલસીબીએ ઝડપી પાડ્યો છે. હાથ બનાવટની બે પિસ્તોલ સાથે ઝડપાયેલ યુવકને હથિયાર વેચનાર અને જેના માટે પિસ્તોલ લાવ્યો હતો તે સહિત બે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બે દિવસ પૂર્વે જ એલસીબીમાં નિયુક્ત પીઆઇ અનિરુદ્ધ કામળિયાએ આવતાંની સાથે જ હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એલસીબીના મહેન્દ્ર ચૌધરી અને તેમની ટીમને બાતમી મળી હતી કે નાગલપુરનો એક યુવક મોબાઇલમાં પિસ્તોલના ફોટા બતાવી કોઈને વેચાણ લેવી હોય તો કહેજોનું કહી હથિયારો વેચવા ફરી રહ્યો છે. જેને આધારે એલસીબી પીઆઇ અનિરુદ્ધ કામળિયાએ નાગલપુર વિસ્તારમાં પોતાની ટીમને વોચમાં ગોઠવી હતી. હથિયારોને વેચવા માટે ફરી રહેલ યુવક ઘરે આવ્યો હોવાની બાતમીને આધારે પીઆઇ સહિતની ટીમે નાગલપુર ખાતે પહોંચી જીગર યોગેશભાઈ‎ભોગીલાલ સોનીને ઝડપી પાડ્યો હતો અને કપડાંમાં વીંટાળેલ હાથ‎બનાવટની બે પિસ્તોલ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતાં‎રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના મામેરના રાહુલ પારગી પાસેથી‎ખરીદીને અહીં કમિશનથી વેચાણ માટે લાવ્યો હોવાની કબૂલાત કરી‎હતી. સાથે નાગલપુરમાં જ રહેતા વિપુલ ઝાલા નામના યુવકે પિસ્તોલ‎મગાવી હોવાથી તેને વેચાણ કરવાનો હોવાથી એલસીબીએ વોન્ટેડ‎બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.‎ ભોગીલાલ ગલ્લાવાળા નામની લિંક કામ લાગી એલસીબીને નાગલપુરમાં વર્ષો પૂર્વે ગલ્લો ધરાવતા અને ભોગીલાલ ગલ્લાવાળા તરીકે ઓળખાતા વૃદ્ધનો પૌત્ર હથિયારોના ફોટા મોબાઇલમાં બતાવીને વેચાણ માટે ફરતો હોવાની લિંક મળી હતી. જેને આધારે એલસીબીના મહેન્દ્ર ચૌધરી, મેહુલજી અને કલ્પેશકુમાર સહિતની ટીમે નાગલપુરમાં ધામા નાખી વર્ષો પૂર્વે ગલ્લો ધરાવતા ભોગીલાલને શોધી કાઢી જીગરના ઘરની આસપાસ વોચ ગોઠવી હતી. રવિવારે સાંજે જીગર નાગલપુર આવ્યો હોવાની ખબર પડતાં જ દબોચી લીધો હતો.
Read Original Article →