ગમખ્વાર અકસ્માત સર્જાયો:જોટાણામાં ટેન્કરની ટક્કરે રાહદારી યુવકનું મોત થયું

Gujarat4/10/2026, 12:00:00 AM
જોટાણાની બજારમાંથી શાકભાજી લઈને પરત ઘરે જઈ રહેલા દેવીપુજક યુવકને ટેન્કરે પાછળથી ટક્કર મારતા માથાના ભાગે થયેલી ગંભીર ઇજાઓને પરિણામે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જોટાણાના ગોકુલ નગરમાં રહેતા રવિભાઈ કિશનભાઇ દેવીપુજક ભંગારનો ધંધો કરે છે તેમના નાના ભાઈ વિનોદભાઈ દેવીપૂજક 8 એપ્રિલે બજારમાંથી શાકભાજી લઈને પરત ઘરે ચાલતા જતા હતા. તે સમયે ઇદગાહ નજીક જી.જે.02.8932 નંબરના ટેન્કર ચાલકે પૂર ઝડપે ચલાવીને તેમના ભાઈને પાછળથી ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા. બીજી તરફ અકસ્માત કરનાર ટેન્કર ચાલક પોતાનું ટેન્કર ઘટના સ્થળે મૂકીને નાસી છૂટ્યો હતો. ભાઈ રવિભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં વિનોદભાઈ માથાના ભાગ થયેલી ગંભીર ઇજાથી લોહી લુહાણ હાલતમાં પડ્યા હોવાથી રવિભાઈ પોતાના છકડામાં સુવાડીને જોટાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા પોતાના ભાઈને ટક્કર મારી અકસ્માત કરનાર ટેન્કર ચાલક સામે રવિભાઈએ સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ચાલકની શોધખોળ હાથ ધરી છે. ઘટનાને લઇ ચકચાર મચી હતી.
Read Original Article →