જિલ્લામાં મંજૂર 3674 અરજી પૈકી 1848ને પ્રવેશ:આરટીઇ હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે બુધવાર સુધી ફરી શાળા પસંદગીની તક

Gujarat5/26/2026, 12:00:00 AM
જિલ્લામાં આરટીઇ હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે મંજૂર થયેલી અરજીઓ ધરાવતા બાળકોના વાલીઓને આગામી બુધવાર સુધી શાળા પસંદ કરવાની અથવા શાળાનો પસંદગી ક્રમ બદલવાની તક આપવામાં આવી છે. ત્યાર બાદ બીજા તબક્કામાં બેઠક મર્યાદા અનુસાર અગ્રતાક્રમમાં આવતા બાળકોને શાળા પ્રવેશ ફાળવવામાં આવશે. જિલ્લામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર હેઠળ ચાલતી પ્રવેશ પ્રક્રિયામાં મંજૂર થયેલી 3674 અરજીઓ પૈકી પ્રથમ તબક્કામાં 1848 બાળકોને ઓનલાઇન પ્રવેશ ફાળવાયો હતો. પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, 25 થી 27 મે દરમિયાન બાકી રહેલા બાળકોને પ્રવેશ માટે શાળા પસંદગી અથવા પસંદગી ક્રમમાં ફેરફાર કરવાની તક અપાઇ છે. 27 મે, બુધવાર સુધી મંજૂર અરજીઓમાં બાકી રહેલા 1826 બાળકોના વાલીઓ શાળા પસંદગી, પસંદગી ક્રમમાં ફેરફાર અથવા નવી શાળાનો ઉમેરો કરી શકશે. પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, પસંદગી ક્રમ યથાવત રાખવો હોય તો કંઇ કરવાનું રહેતું નથી.
Read Original Article →