અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઇવેના ટ્રાફિકને મોટો ફાયદો‎:ખારી નદીનો નવો બ્રિજ આજથી શરૂ.. 50 હજાર વાહનો દોડશે, ટ્રાફિકજામથી હવે છુટકારો મળશે

Gujarat5/25/2026, 12:00:00 AM
અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઇવેના ટ્રાફિકને મોટો ફાયદો‎:ખારી નદીનો નવો બ્રિજ આજથી શરૂ.. 50 હજાર વાહનો દોડશે, ટ્રાફિકજામથી હવે છુટકારો મળશે
મહેસાણાના મુખ્ય હાઇવે સ્થિત ખારી નદી પર બનેલા નવીન ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ, તેની મજબૂતાઈ અને ટેકનિકલ પાસાઓની તમામ જરૂરી ખરાઈ (લોડ ટેસ્ટિંગ) સફળતાપૂર્વક કરી લેવામાં આવી છે. જેને પગલે આજે સોમવારથી આ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. અમદાવાદ- મહેસાણા- પાલનપુરને જોડતા આ અત્યંત મહત્વના ફ્લાયઓવર પરથી દૈનિક 50 હજારથી વધુ વાહનો પસાર થશે. આ બ્રિજની ક્ષમતા ઉચ્ચ ગુણવત્તાની હોઇ ટુ-વ્હીલરથી લઈ 120 ટન સુધીના ભારે વજન ધરાવતા હાઈડ્રોલિક વાહનો પણ અહીંથી સુરક્ષિત રીતે દોડી શકશે. આ બ્રિજ શરૂ થતાં હાઈવે પર વર્ષોથી સર્જાતી ટ્રાફિક જામની ગંભીર સમસ્યાથી વાહનચાલકોને કાયમી છુટકારો મળશે. જૂના બ્રિજના વારંવાર બેસી જતા ભાગનું મરામત કરાશે : જૂના બ્રિજના એક છેડે આવેલો હિસ્સો વારંવાર બેસી જવાના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. હવે નવો બ્રિજ કાર્યરત થતાં ટૂંક સમયમાં જૂના બ્રિજના આ ખરાબ હિસ્સાનું કાયમી મરામત હાથ ધરાશે. બ્રિજ નીચેના સર્વિસ રોડનું કામ એકાદ મહિનામાં પૂર્ણ થશે... મુખ્ય બ્રિજ ઉપરાંત, બ્રિજની નીચે બંને બાજુના સર્વિસ રોડને જોડતા આરસીસી રોડનું કામ હાલ 60 ટકાથી વધુ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે ઉપરનો મુખ્ય બ્રિજ શરૂ થતાં નીચેનો ટ્રાફિક હળવો થશે, જેનાથી સર્વિસ રોડની કામગીરી વધુ ઝડપી બનશે. તંત્ર અનુસાર, ચોમાસા પહેલાં એકાદ મહિનામાં નીચેના તમામ રોડનું કામ સંપૂર્ણ પૂરું કરી દેવાશે.
Read Original Article →