પોલીસની સરાહનીય કામગીરી:ખેતરમાંથી મળી આવેલા ભૂલા પડેલા બાળકનું પિતા સાથે મિલન કરાવ્યું

Gujarat4/12/2026, 12:24:28 PM
પોલીસની સરાહનીય કામગીરી:ખેતરમાંથી મળી આવેલા ભૂલા પડેલા બાળકનું પિતા સાથે મિલન કરાવ્યું
મોઢેરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં રસ્તો ભૂલી ગયેલા એક 8થી 10 વર્ષના બાળકને ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પી.આઈ. કે. ડી. રાવલ અને તેમની ટીમની આ માનવતાલક્ષી કામગીરીની પંથકમાં પ્રશંસા થઈ રહી છે. બાળક રસ્તો ભૂલી ખેતરમાં મળી આવ્યું ઘટનાની વિગત મુજબ, બેચરાજી તાલુકાના દેલપુરા ગામની સીમમાં ખેતીકામ કરી રહેલા અજમલસંગ ગફુરસંગને એક 8 થી 10 વર્ષનું અજાણ્યું બાળક એકલું ભટકતું મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન બાળકે પોતાનું નામ 'ભૂરો' અને પિતાનું નામ ગોવિંદ હોવાનું જણાવ્યું હતું. પોતે સિયાવા (અંબાજી-આબુરોડ વિસ્તાર)નો હોવાનું અને રસ્તો ભૂલી ગયો હોવાનું કહેતા, અજમલસંગ તેને સુરક્ષિત રીતે મોઢેરા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. મોઢેરા પોલીસની ત્વરિત કાર્યવાહી પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. ડી. રાવલ, એ.એસ.આઈ. જાલમસિંહ અને કોન્સ્ટેબલ વિક્રમભાઈ સહિતના સ્ટાફે બાળકને તેના પરિવાર સાથે મેળવવા તુરંત ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આજુબાજુના ગામો અને ખેતરોમાં મજૂરી કામ કરતા પરિવારોની સઘન શોધખોળ હાથ ધરી હતી. પિતા-પુત્રનું ભાવુક મિલન તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠી ધારીયાલ ગામે રતિભાઈ પટેલના બોર પર ખેત મજૂરી કરતા ગોવારામ માલાજી ગરાસિયા (મૂળ રહે. સિયાવા, આબુરોડ, રાજસ્થાન)નો પુત્ર ખેતરમાં રમતા-રમતા ક્યાંક ચાલ્યો ગયો હતો. પોલીસે તુરંત પિતાનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. યોગ્ય ખરાઈ કર્યા બાદ પોલીસે બાળકનો કબજો તેના પિતાને સોંપ્યો હતો. લાંબા સમય પછી પિતા-પુત્રનું મિલન થતા વાતાવરણ ભાવુક બની ગયું હતું અને પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો.
Read Original Article →