ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી:શાહપુર ગામે ખાનગી જમીનમાં ખાણકામ,ખનીજ વિભાગની રેડ

Gujarat5/12/2026, 1:13:36 AM
ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી:શાહપુર ગામે ખાનગી જમીનમાં ખાણકામ,ખનીજ વિભાગની રેડ
વડનગર તાલુકાના શાહપુર ગામે ખાનગી જમીનમાં ચાલી રહેલા ગેરકાયદે ખાણકામને મહેસાણા ખનીજ વિભાગે ઝડપી પાડ્યું હતું. લોડર મશીન અને ડમ્પર ઝડપી બંનેના માલિકોને નોટિસ આપી દંડની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા ખાણ ખનીજ અધિકારી પ્રતીક શાહને મળેલી બાતમીને આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમે વડનગરના શાહપુર ગામે કરબટીયા રોડ પર આવેલ ખેડૂતની ખાનગી માલિકીની જમીનમાં ચાલી રહેલા ગેરકાયદે ખાણકામ ઉપર રેડ પાડી હતી. ખાણ ખનીજ વિભાગની ટીમે ઘટના સ્થળેથી એક લોડર મશીન અને માટી ભરવા આવેલ ડમ્પર મળી રૂ.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ઘટના સ્થળે ખોદકામ કરવામાં આવેલ ખાડાની માપણી હાથ ધરી, ડમ્પર અને મશીનના માલિકોને નોટિસ આપી દંડની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →