મહેસાણાની પાટીદાર યુવતીની અમેરિકામાં ગોળી મારી હત્યા, CCTV:બુકાનીધારી 26 સેકન્ડમાં ફાયરિંગ કરી ફરાર, 1 વર્ષમાં અમેરિકામાં 4 ગુજરાતીની હત્યા
અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરીમાં નોકરી કરતા વધુ એક ગુજરાતની હત્યાનો બનાવ બન્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની અને 10 વર્ષથી અમેરિકામાં રહેતા મેઘના પટેલની સ્ટોરમાં અજાણ્યા બુકાનીધારી દ્વારા ફાયરીંગ કરી હત્યા નિપજાવી દેવામાં આવી છે. મેઘના પટેલની હત્યાના પગલે તેના વતન જંત્રાલ ગામમાં શોકનો માહોલ છવાયો છે. હત્યાનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો જે પણ સામે આવ્યા છે. મહત્વનું છે કે, અમેરિકામાં છેલ્લા એક વર્ષ દરમિયાન એક જ મોડસ ઓપરેન્ડીથી ચોથા ગુજરાતની હત્યા કરી દેવામાં આવી છે. મેઘના પટેલ 10 વર્ષથી અમેરિકામાં રહેતા હતા
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકાના વર્જિનિયા સિટીમાં રહે છે અને પતિ સાથે સ્ટોરમાં નોકરી કરતા હતા. મેઘનાબહેન જ્યારે સ્ટોર પર હાજર હતા ત્યારે જ અંદર ઘૂસી આવેલા એક અજાણ્યા બુકાનીધારીએ એક કરતા વધુ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. હત્યાનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. સ્ટોરમાં ઘૂસેલા અજાણ્યા બુકાનીધારીએ ફાયરીંગ કર્યું
હત્યાના હચમચાવી નાખતા જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં એક બુકાનીધારી સ્ટોરમાં પ્રવેશે છે. ત્યારેબાદ થોડીવાર આમતેમ જોવે છે અને તુરંત જ નેફામાં રાખેલું હથિયાર બહાર કાઢી ધડાધડ ફાયરીંગ કરી ફરાર થઈ ગયો હતો.આ હુમલા પાછળ લૂંટનો ઈરાદો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી હતી. બે સંતાનો અને પતિ સાથે મેઘના પટેલ અમેરિકામાં રહેતા હતા
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘનાબેન પટેલની અમેરિકાના વર્જિનિયા સિટીમાં 10 વર્ષથી રહેતા હતા અન સ્ટોરમાં નોકરી કરતા હતા. જેની હત્યાના સમાચાર મળતા જ તેમના વતન જંત્રાલ અને મોસાળ જામળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મેઘનાબેનના પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન હાલ જંત્રાલ ગામમાં રહે છે, જ્યારે તેમના પતિ ઉપેન્દ્રભાઈ પટેલ, પુત્રી નકશીબેન અને પુત્ર સ્મિત હાલ અમેરિકામાં સ્થાયી છે. આ અરેરાટીભરી ઘટનાને પગલે સ્થાનિક ગુજરાતી સમાજ અને પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. અમરિકામાં ગુજરાતીની હત્યાના અન્ય સમાચાર પણ વાંચોઃ
8 મહિના પહેલા બોરસદના કિરણ પટેલની ગોળીની મારીને હત્યા અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લાં 23 વર્ષથી રહેતાં બોરસદનાં કિરણ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. 49 વર્ષીય કિરણ પટેલ સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતાં હતાં. (સંપૂર્ણ સમાચાર વાંચો) અમેરિકામાં ગુજરાતી મોટેલ-માલિકની હત્યા આઠ મહિના પહેલા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના મૂળ વતની અને અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરતા આશરે 50 વર્ષીય રાકેશભાઈ ધીરુભાઈ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અમેરિકાની પોલીસે હત્યારાને તત્કાળ ઝડપી પાડ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો) એક વર્ષ પહેલા ડીંગુચાના પટેલ યુવકની હત્યા નિપજાવાઈ હતી એક વર્ષ પહેલા આ જ રીતે કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની અને અમેરિકામાં સ્ટોર ચલાવતા પરેશ પટેલ નામના યુવકની ગોળી મારી હત્યા નિપજાવી દેવામાં આવી હતી. અમેરિકાની વસતિ કરતાં વધુ સિવિલિયન ગન છે
SASના રિપોર્ટ અનુસાર અમેરિકાની વસતિ કરતાં વધુ નાગરિકો પાસે ગન એટલે કે સિવિલિયન બંદૂકો છે. અમેરિકાની વસતિ લગભગ 33 મિલિયન છે અને ત્યાં લગભગ 40 કરોડ સિવિલિયન બંદૂકો છે.યુએસમાં દર 100 લોકો માટે 120 બંદૂક ઉપલબ્ધ છે.
Read Original Article →