પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, મહેસાણામાં પેટ્રોલના રૂ 99.40:ડીઝલ રૂ 95.33ને પાર, 9 દિવસમાં 5 રૂપિયાનો વધારો ઝીંકાયો

Gujarat5/23/2026, 6:46:57 AM
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, મહેસાણામાં પેટ્રોલના રૂ 99.40:ડીઝલ રૂ 95.33ને પાર, 9 દિવસમાં 5 રૂપિયાનો વધારો ઝીંકાયો
ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી સામાન્ય જનતાની કમર ભાંગી ગઈ છે. આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આજના વધારા સાથે મહેસાણામાં હવે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 99.40 રૂપિયા અને ડીઝલનો ભાવ 95.33 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લા માત્ર 9 દિવસની જ વાત કરીએ તો ઇંધણના ભાવમાં અધધ 5 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. નોંધનીય છે કે આ વધારા પહેલા મહેસાણામાં પેટ્રોલનો જૂનો ભાવ 98.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 94.39 રૂપિયા હતો. પેટ્રોલ પંપ પર પહોંચ્યા ને ભાવ વધારો જોઈને સ્તબ્ધ વહેલી સવારે જ્યારે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા ત્યારે આ આકરા ભાવવધારાથી સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે જે પરિવારોના ઘરમાં એકથી વધુ વાહનો છે, તેમના માસિક બજેટ પર આ વધારાની સીધી અને મોટી અસર પડશે. આ પરિસ્થિતિ ખાસ કરીને રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિક વર્ગ માટે અત્યંત કપરી સાબિત થશે. વાહનચાલકોમાં ચિંતાઓ વહેતી થઈ બીજી તરફ, વાહનચાલકોમાં એવી પણ ચિંતાઓ વહેતી થઈ છે કે જો વૈશ્વિક બજારની પરિસ્થિતિ આવી જ ડામાડોળ રહી, તો આગામી દિવસોમાં મોંઘવારીનો આ ગ્રાફ હજુ પણ ઉપર જઈ શકે છે અને પ્રજાએ વધુ આકરા દિવસો જોવા પડી શકે છે.
Read Original Article →