મહેસાણા જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:નીતિન પટેલ (ખરોડ) પ્રમુખ અને માસંગજી ઠાકોર ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા
મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નીતિન પટેલ (ખરોડ)ની બિનહરીફ નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદે માસંગજી ઠાકોર પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ બંને મુખ્ય હોદ્દેદારોની બિનહરીફ વરણી થતાં જ સંગઠન અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.આ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પણ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી સમિતિના ચેરમેન બન્યા હસમુખ ચૌધરી
મુખ્ય હોદ્દાઓ ઉપરાંત જિલ્લા પંચાયતની અન્ય મહત્વની જવાબદારીઓની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે હસમુખભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે પંચાયતના શાસક પક્ષના દંડક તરીકે ભરતભાઈ દેસાઈની વરણી થઈ છે. આ ઉપરાંત પક્ષના ઉપનેતા તરીકે ભાટી વીણાબેનને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ નવા નિમાયેલા હોદ્દેદારોએ જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાની આશા વ્યક્ત કરી છે. 'અરજદારોને તકલીફ ન પડે એને પ્રાયોરિટી આપીશું'
જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આજે મારી વરણી થઈ છે, ત્યારે અમારું લક્ષ્ય,તમામ સભ્યો, અમારા જિલ્લા પંચાયતના સદસ્યોનું લક્ષ્ય એ મહેસાણા જિલ્લાનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, એ વિકાસમાં આગળ પણ જે ઝડપથી વિકાસ થાય અને તમામ ગામડાઓને સરકારના લાભો મળે એ પ્રકારના અમે તમામ લોકો, તમામ સભ્યો આયોજન કરીશું. પહેલું કાર્ય અમારું જિલ્લા પંચાયતના વહીવટમાં ક્યાંય અરજદારોને તકલીફ ન પડે અને સરળતાથી બધાનું કામ થાય, એ પહેલી અમારી પ્રાયોરિટી રહેશે.
Read Original Article →