મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની આવતીકાલે વિધિવત જાહેરાત:વિજાપુરની ખરોડ બેઠક પરથી નીતિન પટેલ અને ઉપપ્રમુખ પદે માસંગજી ઠાકોર ફોર્મ ભર્યા

Gujarat5/22/2026, 1:10:55 PM
મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની આવતીકાલે વિધિવત જાહેરાત:વિજાપુરની ખરોડ બેઠક પરથી નીતિન પટેલ અને ઉપપ્રમુખ પદે માસંગજી ઠાકોર ફોર્મ ભર્યા
મહેસાણા જિલ્લા પંચાયતના નવીન ચૂંટાયેલા સભ્યોની આવતીકાલે પ્રથમ સભા યોજાવા જઈ રહી છે, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવશે. આ મહત્ત્વની જાહેરાત પૂર્વે આજે મહેસાણા જિલ્લા પંચાયત ખાતે નવીન પ્રમુખ અને ઉપપ્રમુખ પદના દાવેદારોએ પોતાના ઉમેદવારી ફોર્મ સબમિટ કર્યા હતા. નીતિન પટેલે પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું મહેસાણા જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપના સત્તાવાર મેન્ડેડ સાથે વિજાપુરની ખરોડ બેઠક પરથી ભવ્ય વિજય મેળવનાર નીતિન પટેલે પ્રમુખ પદ માટે પોતાનું ફોર્મ ભર્યું હતું. જ્યારે ઉપપ્રમુખ પદ માટે માસંગજી ઠાકોરે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ભાજપના મેન્ડેડ સાથે ફોર્મ ભરાતાની સાથે જ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નીતિન પટેલ અને ઉપપ્રમુખ તરીકે માસંગજી ઠાકોરનું નામ નિશ્ચિત થઈ ચૂક્યું છે. જિલ્લા પંચાયતની પ્રથમ સભામાં પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત જોકે આ અંગેની સત્તાવાર પ્રક્રિયાના ભાગરૂપે આવતીકાલે યોજાનારી જિલ્લા પંચાયતની પ્રથમ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની વિધિવત જાહેરાત કરવામાં આવશે. જિલ્લા પંચાયતમાં ભાજપ શાસિત નવીન સંગઠન રચાવા જઈ રહ્યું હોવાથી કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read Original Article →