ભાજપના ગઢમાં ગાબડું, બેચરાજીના 200 પાટીદાર યુવાનો કોંગ્રેસમાં જોડાયા:પાટીદાર અગ્રણીએ કહ્યું, ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી અને સતત અવગણના કરે છે

Gujarat4/10/2026, 12:55:23 PM
ભાજપના ગઢમાં ગાબડું, બેચરાજીના 200 પાટીદાર યુવાનો કોંગ્રેસમાં જોડાયા:પાટીદાર અગ્રણીએ કહ્યું, ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી અને સતત અવગણના કરે છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષપલટાનો દોર શરૂ થયો છે. તાજેતરમાં મરતોલી અને અજબપુરા ગામના અંદાજે 200 જેટલા પાટીદાર યુવાનો અને આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરની હાજરીમાં આ તમામ કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. 'ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી ' કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર અગ્રણી મહેશ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી અને સતત અવગણના કરવામાં આવી રહી છે. સમાજની વેલ્યુ ન જળવાતી હોવાને કારણે મરતોલી અને અજબપુરા ગામના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેના પરિણામે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવવા યુવાનોનો સંકલ્પ નવા જોડાયેલા યુવાનોએ સંકલ્પ કર્યો છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મરતોલી તાલુકા પંચાયત સીટ પરથી કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવશે. મહેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ આજીવન કોંગ્રેસના સમર્થક રહેશે અને દેશને એકસૂત્રે જોડવા માટે કાર્ય કરશે. કાર્યકરોમાં એવો વિશ્વાસ જોવા મળ્યો હતો કે જનહિત માટે કોંગ્રેસ શાસન અનિવાર્ય છે. પાટીદાર યુવાનો કોંગ્રેસ તરફ વળતા ભાજપના છાવણીમાં ચિંતા ચૂંટણી પહેલા જ ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પડતા અને મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો કોંગ્રેસ તરફ વળતા ભાજપના છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.જ્યારે કોંગ્રેસમાં નવા જોમ અને ઉત્સાહનો સંચાર થયો છે.
Read Original Article →