મહેસાણામાં મ્યુલ એકાઉન્ટના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ:બે અલગ-અલગ ગુનામાં રૂ 1545 લાખથી વધુનું સાયબર ફ્રોડ, દેશભરમાંથી 590 ફરિયાદો લિંક થઈ

Gujarat5/19/2026, 8:02:27 AM
મહેસાણામાં મ્યુલ એકાઉન્ટના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ:બે અલગ-અલગ ગુનામાં રૂ 1545 લાખથી વધુનું સાયબર ફ્રોડ, દેશભરમાંથી 590 ફરિયાદો લિંક થઈ
દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓ વચ્ચે મહેસાણા પોલીસની ખાસ ટાસ્ક ફોર્સે બેંક ખાતાઓનો દુરુપયોગ કરીને 15,45 લાખથી વધુનું છેતરપિંડી આચરતા આંતરરાજ્ય સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભારત સરકારના I4C દ્વારા કાર્યરત NCCRP અને સમન્વય પોર્ટલ પરથી મળેલી ચોંકાવનારી વિગતોના આધારે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસે બે અલગ-અલગ ગુના નોંધી ત્રણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ મ્યુલ એકાઉન્ટ બીજાના નામે ખોલાવેલા બેંક ખાતા નો ઉપયોગ કરીને દેશભરના સેંકડો નાગરિકોને શિકાર બનાવ્યા હતા. રાજ પટેલના ખાતાની દેશભરમાં 278 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો પ્રથમ ઘટનાની વિગતો મુજબ, મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકના ટાસ્ક ફોર્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એન. ભોળાએ ઊંઝાના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં ઓક્ટોબર-2025માં 'ઉમા સોલર'ના પ્રોપરાયટર તરીકે રાજ મહેન્દ્રભાઇ પટેલ (રહે. શ્રીનાથજી ફ્લેટ, પાટણ રોડ, ઊંઝા) ના નામે એક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. સાયબર પોલીસને મળેલા ઇનપુટ્સના આધારે જ્યારે આ ખાતાના કેવાયસી અને સ્ટેટમેન્ટ તપાસવામાં આવ્યા ત્યારે માલૂમ પડ્યું હતું કે, ઓક્ટોબર-2025થી એપ્રિલ-2026 સુધીના ટૂંકા ગાળામાં આ ખાતામાં રૂ 12,15,213ની ક્રેડિટ અને રૂ 9,46,557 થી વધુ ઉપાડ થયો હતો. સાયબર પોર્ટલ પર ચકાસણી કરતા આ એક જ ખાતા વિરૂદ્ધ દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 278 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું. નીતા મોદી અને અતુલ મોદીના ખાતા પર 590 ફરિયાદો લિંક થઈ બીજી ઘટનામાં હાઇવે રોડ પર ઓ.એન.જી.સી. વર્કશોપ નજીક આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં ચાલતા 'વેલતોરા ટેકનોલોજીસ' નામના સંયુક્ત ખાતાનો દુરુપયોગ સામે આવ્યો છે. આ ખાતું નાગલપુરના ઉમા રેસીડેન્સી ખાતે રહેતા નીતાબેન અતુલભાઇ મોદી તથા મૌનીલ અતુલભાઈ મોદીના નામે ચાલતું હતું. પોલીસે બેંક સ્ટેટમેન્ટ તપાસતા એપ્રિલ-2025થી એપ્રિલ-2026 દરમિયાન આ ખાતામાં રૂ 3,30,307 જમા થયા હોવાનું બહાર આવ્યું હતું. આ ચોક્કસ ખાતા વિરૂદ્ધ દેશભરમાંથી કુલ 312 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સાયબર પોર્ટલ પરથી ટ્રેસ થયું હતું. આમ બંને બેંક ખાતા મળીને દેશભરના નાગરિકો સાથે થયેલી છેતરપિંડીની કુલ 590 ફરિયાદો લિંક થઈ છે. ફ્રોડના નાણાં પોતાના આર્થિક ફાયદા માટે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા આરોપીઓએ દેશના ભોળા નાગરિકોને વિશ્વાસમાં લઈ, સાયબર ફ્રોડના નાણાં પોતાના આર્થિક ફાયદા માટે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ નાણાં ગુનાહિત પ્રવૃત્તિના હોવાનું જાણવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસે ઊંઝાના આરોપી રાજ પટેલ તેમજ નાગલપુરની આરોપી બેલડી નીતાબેન મોદી અને મૌનીલ મોદી સહિત તપાસમાં જેમના નામો ખૂલે તે તમામ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →