ત્રિપલ તલાક આપનાર પતિને 1 વર્ષની જેલ:પત્નીને માર મારીને બે બાળકો સાથે કાઢી મૂકી હતી; મહેસાણાની કોર્ટનો ચુકાદો
મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે મહિલાઓના અધિકાર અને રક્ષણ માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. પત્નીને ગેરકાયદેસર રીતે ત્રિપલ તલાક આપી તરછોડી દેવાના કેસમાં કોર્ટે આરોપી પતિ ઇમરાન મન્સૂરીને દોષિત ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને વિવિધ કલમો હેઠળ કુલ 10 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. જો આરોપી આ દંડ ભરવામાં નિષ્ફળ જશે તો તેણે વધુ બે માસની જેલની સજા ભોગવવી પડશે. માર મારીને બે બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી
જાન્યુઆરી 2024માં ઇમરાન મન્સૂરીએ તેની પત્ની રિઝવાનાબાનુને શારીરિક માનસિક ત્રાસ આપી, માર મારીને બે બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. આ દરમિયાન ઇમરાને કાયદાનું ઉલ્લંઘન કરીને પત્નીને ત્રિપલ તલાક આપ્યા હતા. આ અન્યાય સામે હિંમત દાખવી પીડિત રિઝવાનાબાનુએ મહેસાણા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે માન્યું કે મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ ત્રિપલ તલાક આપવો એ ગંભીર ગુનો
ન્યાયિક પ્રક્રિયા દરમિયાન ફરિયાદી પક્ષના વકીલ ઉજાસ યાજ્ઞિકે કરેલી ધારદાર દલીલો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે માન્યું કે મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ ત્રિપલ તલાક આપવો એ ગંભીર ગુનો છે. મહિલાને ત્રિપલ તલાક આપ્યા હતા
એડવોકેટ ઉજાસ યાજ્ઞિકે જણાવ્યું કે આ ત્રિપલ તલાકના કેસમાં મારા એક ક્લાયન્ટ છે રિઝવાના બાનુ એમની સાથે એમના હસબન્ડ કે જે ઈમરાન હુસૈન છે એ વારંવાર મારઝૂડ કરી ઘરેલું હિંસા કરતા હતા. તે બાબતે ઝઘડો વધી જતાં એમને માર મારી અને ‘તલાક, તલાક, તલાક’ ત્રણ વાર કહી અને એમના ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આરોપી પતિને 1 વર્ષની સજા અને 10 હજારનો દંડ
મુસ્લિમ પર્સનલ લો મુજબ ત્રણવાર તલાક બોલી પત્નીને છૂટાછેડા આપી શકાતા હતા, પરંતુ ભારત સરકારના કાયદા મુજબ સ્ત્રીઓનું રક્ષણ, મુસ્લિમ સ્ત્રીઓનું રક્ષણ માટે આવી રીતે તલાક આપી શકાય નહીં. જે બાબતની ફરિયાદ રિઝવાના બાનુ દ્વારા નોંધવામાં આવેલી. જે ફરિયાદ અહીંયા મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં આ ફરિયાદના અનુસંધાને નામદાર કોર્ટે બધા પાસાઓની તપાસ કરી આવા પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધે નહીં અને એનું એક રિસ્ટ્રિક્શન થાય તે બાબતની ફરિયાદ કરી અને આરોપીને એક વર્ષની સજા અને 10 હજાર સુધીનો દંડ કરેલો છે કે જે બાબતે આરોપી દંડ ના ભરે તો વધુ બે માસની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
Read Original Article →