મહેસાણા મનપાના ભાજપના ઉમેદવારો જાહેર:ભાજપ કાર્યાલયના પટાવાળાને વોર્ડ-13માંથી ટિકિટ, ન.પામાં ‘નો-રિપીટ’ થિયરી; 9 જૂના જોગીઓ રિપીટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Gujarat4/10/2026, 5:55:03 PM
મહેસાણા મનપાના ભાજપના ઉમેદવારો જાહેર:ભાજપ કાર્યાલયના પટાવાળાને વોર્ડ-13માંથી ટિકિટ, ન.પામાં ‘નો-રિપીટ’ થિયરી; 9 જૂના જોગીઓ રિપીટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
આગામી મહેસાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત મોડી સાંજે કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે આ વખતે સત્તાવિરોધી લહેરને ખાળવા અને સંગઠનને મજબૂત કરવા માટે 'નો-રિપીટ' થિયરી અપનાવી હોય તેમ જણાય છે. મોટાભાગની બેઠકો પર નવા અને યુવા ચહેરાઓને મેદાને ઉતારી ભાજપે આશ્ચર્ય સર્જ્યું છે. જ્યારે જૂના નગરસેવકોમાંથી માત્ર ગણ્યાગાંઠ્યા સભ્યો પર જ ફરી વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. માત્ર 9 નગરસેવકોને જ રિપીટ ટિકિટ નગરપાલિકાના ગત ટર્મના કુલ સભ્યોમાંથી ભાજપે આ વખતે માત્ર 9 નગરસેવકોને જ રિપીટ ટિકિટ આપી છે. રિપીટ થનારા મુખ્ય નામોમાં ટીનભા ઠાકોર, દિનેશ પટેલ, દીપક પટેલ અને મિતલ પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલા પ્રતિનિધિ તરીકે ભારતીબેન પંકજભાઈ ઠાકોર અને અસ્મિતાબેન અલ્પેશભાઈ પટેલને ફરીથી તક આપવામાં આવી છે. જિલ્લા ભાજપ કાર્યાલયના પટાવાળાને વોર્ડ-13માંથી ટિકિટ આપી ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી નિષ્ઠાપૂર્વક પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલને વોર્ડ નંબર 13 માંથી ટિકિટ આપીને સન્માનિત કર્યા છે. આ સાથે જ સંગઠન પ્રત્યેની સમર્પિતતાને ધ્યાને રાખીને ભાજપ કાર્યાલય મંત્રી જયેશ પ્રજાપતિના પત્ની નયનાબેન પ્રજાપતિને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. સામાન્ય કાર્યકર અને કાર્યાલયના સેવકને પ્રતિનિધિત્વ આપી ભાજપે ટિકિટ વિતરણમાં આ વખતે એક નવો જ અભિગમ અપનાવ્યો હોય તેમ જણાય છે.
Read Original Article →