ઊંઝા હાઈવે પર વિદેશી દારૂની 41 હજાર બોટલ ઝડપાઈ:મકતુપુર નજીક માટીની બોરીઓ નીચે છુપાવેલો 86 લાખના વિદેશી દારૂ ટ્રક સાથે પકડાયો, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Gujarat6/6/2026, 9:13:16 AM
ઊંઝા હાઈવે પર વિદેશી દારૂની 41 હજાર બોટલ ઝડપાઈ:મકતુપુર નજીક માટીની બોરીઓ નીચે છુપાવેલો 86 લાખના વિદેશી દારૂ ટ્રક સાથે પકડાયો, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના મકતુપુર ગામ હાઇવે રોડ પરથી લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.કામળીયાના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની પ્રવૃતિઓ પર વોચ રાખવા માટે રચાયેલી ટીમો પૈકી પી.આઈ. કામળીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, બનાસકાંઠા તરફથી એક લાલ કલરની ટાટા ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરીને ઊંઝા તરફથી પસાર થવાની છે. કાળી માટીની બોરી નીચે દારૂ છુપાવ્યો હતો આ બાતમીના આધારે એલ.સી.બી. ટીમના પીએસઆઈ બી.એ. પરમાર અને તેમની સ્ટાફની ટીમે મકતુપુર ગામ પાસે શિવમ માર્બલ ગ્રેનાઇટ હાઇવે રોડ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન બાતમી મુજબની ટ્રક ત્યાં આવી પહોંચતા પોલીસે તેને રોકી હતી. ટ્રકના ડ્રાયવર અને ક્લીનરને નીચે ઉતારી ટ્રકમાં તપાસ કરતા ઉપરના ભાગે સફેદ કલરની પ્લાસ્ટિકની બોરીઓમાં કાળી માટી ભરેલી જોવા મળી હતી. પોલીસે આ બોરીઓ ખસેડીને વધુ તપાસ કરતા નીચેના ભાગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી માત્રામાં પેટીઓ છુપાવેલી મળી આવી હતી. 41 હજાર બોટલ વિદેશી દારૂની કિંમત 86 લાખ રુપિયા પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 974 પેટીઓ કુલ 41,676 નંગ બોટલો જેની કિંમત 86,63,040 થાય છે તે જપ્ત કરી હતી. આ સાથે જ 15,00,000ની કિંમતની ટાટા ટ્રક, બે મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ માટી ભરેલી બોરીઓ અને દારૂના હેરફેર માટે બનાવેલી ખોટી બિલ્ટીઓ સહિત કુલ 1,01,73,740નો મુદ્દામાલ કબજે કર્યો છે. બે આરોપીની પોલીસે ધરપકડ કરી આ ગુનામાં પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક ચાલક અમજદખાન ઇદુખાન અલ્લાબગસ સીંધી તેમજ ક્લીનર બુન્દુખાન સોકતખાન ફતેખાન સીંધી (બંને રહે. ગંગાના સીંધી બસ્તી, બોરાનાડા, જોધપુર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો આ જથ્થો મોકલનાર 'બન્ના' નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.પકડાયેલા બંને આરોપીઓ અને વોન્ટેડ ઇસમ વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા ની કલમો હેઠળ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →