ગંદકી કરનાર 429 આસામી પાસેથી 2.13 લાખના દંડની રિકવરી:એપ્રિલમાં ત્રણ દિવસમાં 54 હજારનો દંડ વસૂલ્યો, હોટલ-રેસ્ટોરન્ટ અને નાસ્તા સ્ટોલ પાસે ગંદકી કરનારાઓ સાવધાન
મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાની સેનેટરી શાખા અને ફૂડ તંત્રની ટીમે નાની મોટી રેસ્ટોન્ટ, હોટલ, ફાસ્ટ ફૂડ વગેરે ખાણીપીણી બજાર ઉપર તવાઈ બોલાવી હતી. જેમાં માર્ચ મહિનામાં શહેરમાં જાહેરમાં કચરો નાંખી ગંદકી કરનારા કુલ 429 આસામીઓ પાસેથી 2.13 લાખનો દંડ વસુલ કર્યો હતો. એટલું જ નહીં નગરની નાની મોટી 99 રેસ્ટોરન્ટ, હોટેલના માલિકો પાસેથી દંડ પેટે કુલ રૂપિયા 54,100ની રીકવરી કરવામાં આવી હતી. માર્ચમાં 429 ધંધાર્થીને દંડ ફટકારાયો મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં રાત્રિ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાત્રિના સમયે ખાણીપીણીના શોખીનોનો જમાવડો રેસ્ટોરન્ટ, હોટલ, નાસ્તા સ્ટોલ પર જોવા મળે છે. આવા રેસ્ટોરન્ટ, હોટેલ અને ખાણીપીણી બજારો પાસે ગંકદી કરતા 429 ધંધાર્થીઓને સેનેટરી શાખાની ટીમે ગત માર્ચ મહિનામાં 2,13,450 રુપિયાનો દંડ ફટકારી તેની રીકવરી કરી હતી. એપ્રિલમાં પણ હોટેલ-રેસ્ટોરંટ સામે કડક કાર્યવાહી જ્યારે એપ્રિલ માસના માત્ર ત્રણ દિવસમા જ ફૂડ ઈન્સ્પેક્ટર પ્રિયાન્સી પ્રજાપતિ અને તેની ટીમે શહેરમાં રેસ્ટોરન્ટ, હોટેલ, પાર્ટી પ્લોટ નજીક ગંદકી કરવા બદલ 69 આસામીઓ સામે પગલાં ભરી રુપિયા 54,100નો દંડ ફટકારી તેની વસુલાત પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં 108 નાની-મોટી રેસ્ટોરન્ટ, હોટેલ આવેલી છે. આ રેસ્ટોરન્ટ, હોટેલો દ્વારા તેનો ભીનો કચરો જાહેરમાં નાંખીને ગંદકી કરવામાં આવતી હોવાથી ફૂડ ઈન્સ્પેક્ટર અને ટીમે કુલ 69 હોટેલ, રેસ્ટોરન્ટના સ્થળોએ ચેકિંગ કર્યું હતુ.અહીં કોઈ સ્વચ્છતા નહીં જળવાતી હોઈ ખાદ્યપદાર્થો લોકોની જિંદગી માટે જોખમ ઉભુ કરવા બદલ કડક કાર્યવાહી ધરી હતી. સફાઈ વહીવટી ચાર્જ પેટે કુલ 429 આસામીઓ પાસેથી રિકવરી કરી હતી. જેના પગલે અન્ય હોટલ તથા રેસ્ટોરન્ટ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Read Original Article →