વોર્ડ-3ની એક બેઠક માટે કોંગ્રેસના બે ઉમેદવાર વચ્ચે તકરાર:મહેસાણા કોંગ્રેસમાં 'મેન્ડેટ' યુદ્ધ, 10 લાખમાં મનપાની ટિકિટ કમલેશ સુતરિયાને આપી હોવાનો ઘનશ્યામ સોલંકીનો આક્ષેપ

Gujarat4/13/2026, 11:01:57 AM
વોર્ડ-3ની એક બેઠક માટે કોંગ્રેસના બે ઉમેદવાર વચ્ચે તકરાર:મહેસાણા કોંગ્રેસમાં 'મેન્ડેટ' યુદ્ધ, 10 લાખમાં મનપાની ટિકિટ કમલેશ સુતરિયાને આપી હોવાનો ઘનશ્યામ સોલંકીનો આક્ષેપ
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 ની બેઠક માટે મેન્ડેટની ફાળવણી મુદ્દે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીનું મેન્ડેટ રદ કરી પૂર્વ વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયાની પસંદગી કરવામાં આવતા, સોલંકીએ પ્રદેશ નેતૃત્વ પર 10 લાખ રૂપિયામાં ટિકિટ વેચી હોવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. કમલેશ સુતરિયાનું મેન્ડેટ માન્ય રાખતા રાજકીય ગરમાવો વોર્ડ નંબર 3 (SC બેઠક) માટે કોંગ્રેસે પ્રથમ ઘનશ્યામ સોલંકીને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ અંતિમ સમયે કમલેશ સુતરિયાનું મેન્ડેટ માન્ય રાખવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. કોંગ્રેસના નેતાઓએ 15 લાખમાં મેન્ડેટ કમલેશ સુતરિયાને આપ્યો ઘનશ્યામ સોલંકીએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ 10થી 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ લઈ 'વેચાતો' મેન્ડેટ કમલેશ સુતરિયાને આપ્યો છે. તેઓ માત્ર RTI કરીને 'તોડ' કરવાનું કામ કરે છે અને પ્રજાની કોઈ સેવા કરી નથી. જે ઉમેદવાર વોર્ડ નંબર 4 માં રહે છે તેમને વોર્ડ 3 માં લડાવવા એ પક્ષની મોટી ભૂલ છે અને આવનારા દિવસોમાં તેનો ભારે વિરોધ થશે. મતદારોની માંગને ધ્યાને રાખી તેમના નામ પર મહોર મારી પોતાની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારતા કમલેશ સુતરિયાએ પક્ષના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. સુતરિયાએ જણાવ્યું કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે અને તે હંમેશા સાચા કાર્યકરની કદર કરે છે. રૂપિયા લઈને ટિકિટ આપવાની વાત પાયાવિહોણી છે. RTI કરવી એ કોઈ ગુનો નથી, પરંતુ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનું સાધન છે. ભાજપના શાસનમાં થયેલા કૌભાંડો RTI દ્વારા જ બહાર લવાયા છે, જેની પક્ષે કદર કરી છે. વોર્ડ નંબર 3 ના મતદારોની પ્રબળ માંગને ધ્યાને રાખીને જ પ્રદેશ કાર્યાલયે તેમના નામ પર મહોર મારી છે. કોંગ્રેસની આંતરિક જૂથબંધી છતી થઈ ચૂંટણી પહેલા જ એક જ બેઠક માટે બે કદાવર નેતાઓ વચ્ચેના આ ગજગ્રાહ અને ભ્રષ્ટાચારના આક્ષેપોએ કોંગ્રેસની આંતરિક જૂથબંધીને છતી કરી દીધી છે. જિલ્લા સંગઠનની ભલામણ અને પ્રદેશ સમિતિના ફેરબદલ વચ્ચે સર્જાયેલી આ સ્થિતિને કારણે સામાન્ય કાર્યકરોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે.
Read Original Article →