ખડગેના નિવેદન મામલે ભાજપએ મૌન ધારણ કરી વિરોધ કર્યો:મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું, ખડગેના નિવેદનથી સાત કરોડ ગુજરાતીઓનું અપમાન

Gujarat4/8/2026, 8:42:19 AM
ખડગેના નિવેદન મામલે ભાજપએ મૌન ધારણ કરી વિરોધ કર્યો:મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું, ખડગેના નિવેદનથી સાત કરોડ ગુજરાતીઓનું અપમાન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ માટે કરવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મૌન ધરણા યોજીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહેસાણાના ફુવારા સર્કલ પાસે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને ગુજરાત વિરોધી ગણાવી જાહેર માફીની માંગ કરી હતી. ખડગેના નિવેદનથી સાત કરોડ ગુજરાતીઓનું અપમાન: ગીરીશ રાજગોર જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ધરણામાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેરળની ચૂંટણી પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' અને 'મૂર્ખ' કહીને સમગ્ર રાજ્યનું અપમાન કર્યું છે. કોઈપણ પક્ષને પ્રચાર કરવાનો અધિકાર છે.પરંતુ કોઈ રાજ્યના નાગરિકોની ગરિમા હણવી તે અક્ષમ્ય છે. રાજગોરે વધુમાં ઉમેર્યું કે જો ગુજરાત કોંગ્રેસ આ નિવેદન સાથે સહમત ન હોય તો તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ અન્યથા તેઓ પણ આ અપમાનમાં ભાગીદાર ગણાશે. કોંગ્રેસે અવરોધો ઊભા કર્યા હોવાનો આક્ષેપ ભાજપે કર્યો આ પ્રસંગે ભાજપના નેતાઓએ કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કોંગ્રેસને વર્ષોથી ગુજરાતનું અપમાન કરવાની આદત પડી ગઈ છે. સરદાર પટેલને ભારત રત્ન આપવામાં વિલંબ, નર્મદા યોજનાને 60 વર્ષ સુધી અટકાવી રાખવી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન લેવી તે કોંગ્રેસની ગુજરાત પ્રત્યેની નફરત દર્શાવે છે. વાઈબ્રન્ટ ગુજરાતના સમયે પણ કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારે અવરોધો ઊભા કર્યા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. ધારાસભ્યો અને આગેવાનોની હાજરી મહેસાણાના ફુવારા સર્કલ ખાતે યોજાયેલા આ મૌન ધરણામાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ સહિત જિલ્લાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. અંદાજે બે કલાક સુધી મૌન પાળીને ભાજપે આ નિવેદનનો શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ માફી માંગે તેવી મક્કમ માંગ દોહરાવી હતી. જ્યારે આજે બપોરે ખડગે ટ્વિટ કરીને માફી માગી છે.
Read Original Article →