આગોતરા જામીન ફગાવ્યા:મહેસાણામાં 1.5 કરોડની ઠગાઈના કેસમાં આંગડિયા પેઢીના સંચાલકની આગોતરા જામીન અરજી ફગાવાઈ

Gujarat6/5/2026, 1:27:52 PM
આગોતરા જામીન ફગાવ્યા:મહેસાણામાં 1.5 કરોડની ઠગાઈના કેસમાં આંગડિયા પેઢીના સંચાલકની આગોતરા જામીન અરજી ફગાવાઈ
મહેસાણાની જાણીતી રામ મોહન આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા ઉછીના લીધેલા કરોડો રૂપિયા પરત ન કરી ઠગાઈ આચરવાના મામલે કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. પેઢીના સંચાલકોએ એક આસામી પાસેથી રૂ.1.5 કરોડની રકમ ઉછીની લીધી હતી, જે પરત ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે પ્રવીણ પટેલ નામના સંચાલક સામે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી પોલીસ ફરિયાદ બાદ ધરપકડના ડરથી બચવા માટે સંચાલક પ્રવીણ પટેલે મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવે દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી, જેમાં ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી જામીન ન આપવા ભાર પૂર્વક રજૂઆત કરાઈ હતી. સરકારી વકીલની આ મજબૂત દલીલોને ગ્રાહ્ય રાખીને મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ. એફ. ખત્રીએ આરોપી સંચાલકની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટના આ ચુકાદા બાદ કરોડોની ઠગાઈના આરોપી સંચાલકની ગમે ત્યારે ધરપકડ થવાની શક્યતાઓ પ્રબળ બની છે.
Read Original Article →