વાહનોની લાઈનો:સીએનજી માટે વાહનોની લાઇનો લાગવા માંડી

Gujarat5/17/2026, 12:00:00 AM
વાહનોની લાઈનો:સીએનજી માટે વાહનોની લાઇનો લાગવા માંડી
ઇંધણની સપ્લાય ચેઇન ખોરવાતાં ત્રીજા દિવસે પણ મહેસાણા શહેરમાં પેટ્રોલ અને સીએનજીને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. કેટલાક પેટ્રોલ પંપો પર સ્ટોક ખૂટી પડતાં નજીકના પંપ પર વાહનોની લાઇનો લાગી હતી. જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના વિસનગર લિંક રોડ પરના એક પેટ્રોલ પંપ પર સીએનજી અને પેટ્રોલ ભરાવવા વાહનોની લાઈનો જોવા મળી હતી. રાધનપુર રોડ સ્થિત પેટ્રોલ પંપે પેટ્રોલનો સ્ટોક ન હોઇ સ્ટોક નથીનું બોર્ડ લગાવ્યું હતું. અહીં શુક્રવારે સાંજના 5 વાગ્યે ટેન્કર આવ્યું હતું, પરંતુ ભારે માંગને કારણે રાત્રે 10 વાગ્યે જ સ્ટોક સમાપ્ત થઈ ગયો હતો.. રાધનપુર રોડ પર અન્ય એક પેટ્રોલ પંપે પણ વાહનોની ભીડ હતી. ટેન્કર પહોંચી ગયું હોવા છતાં ભીડ વધુ હોવાથી સુરક્ષાને ધ્યાને રાખી ટેન્કરને થોડા સમય માટે સ્ટેન્ડ બાય રખાયું હતું. સંચાલકના જણાવ્યા મુજબ, લોકોની ભીડ ઘટશે ત્યારે ટેન્કર ખાલી કરીશું. જ્યારે હાઇવે પર આવેલા એક પેટ્રોલ પંપે બોટલ કે કેરબામાં પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે નહીં તેવું બોર્ડ માર્યું હતું. આ સ્થિતિને લઇ વાહન ચાલકો એક પેટ્રોલ પંપથી બીજે જઇ ઇંધણ મેળવી રહ્યા હતા. રાધનપુર રોડ સ્થિત પેટ્રોલ પંપે પેટ્રોલનો સ્ટોક ન હોઇ સ્ટોક નથીનું બોર્ડ લગાવ્યું હતું.
Read Original Article →