વાછરડીના જન્મની અનોખી ઉજવણી:બહુચરાજીના એંદલા ગામમાં વાછરડીને દીકરીની જેમ ઘોડિયામાં ઝુલાવી લાડ લડાવ્યા

Gujarat5/27/2026, 11:47:02 AM
વાછરડીના જન્મની અનોખી ઉજવણી:બહુચરાજીના એંદલા ગામમાં વાછરડીને દીકરીની જેમ ઘોડિયામાં ઝુલાવી લાડ લડાવ્યા
બહુચરાજી તાલુકાના એંદલા ગામમાં ગૌસેવા અને જીવદયાનો એક અત્યંત હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે.જ્યાં એક ગૌપ્રેમી પરિવારે ઘરમાં વાછરડીના જન્મને દીકરીના જન્મની જેમ ધામધૂમથી મનાવ્યો છે. એંદલા ગામના રહેવાસી અને ગૌરક્ષક પ્રદીપસિંહ ઉર્ફે ગૌપ્રેમીના ઘરે લાંબા સમયની પ્રતીક્ષા બાદ ગૌમાતાએ એક સુંદર વાછરડીને જન્મ આપ્યો હતો. આ ખુશીના પ્રસંગને પરિવારે એક ભવ્ય ઉત્સવનું સ્વરૂપ આપ્યું હતું. વાછરડીને આખા ઘરમાં આદરપૂર્વક પ્રદક્ષિણા પણ કરાવવામાં આવી હતી વાછરડીના જન્મ થતાં જ પરિવારે પરંપરાગત રીતે કંકુ, ચોખા અને ફૂલ-હારથી તેના ઉષ્માભર્યા વધામણાં કર્યા હતા. ફક્ત એટલું જ નહીં વાછરડીને આખા ઘરમાં આદરપૂર્વક પ્રદક્ષિણા પણ કરાવવામાં આવી હતી. આ અનોખી ઉજવણીનું મુખ્ય આકર્ષણ એ હતું કે, નવજાત વાછરડીને ઘરમાં ખાસ તૈયાર કરેલા ઘોડિયામાં બેસાડીને લાડથી ઝુલા ઝુલાવવામાં આવ્યા હતા. માનવ બાળકની જેમ પશુ પ્રત્યે આવો અપાર પ્રેમ જોઈને સમગ્ર પંથકમાં આ દ્રશ્યો ભારે આકર્ષણ અને પ્રશંસાનો વિષય બન્યા છે. પ્રદીપસિંહે વાછરડીના જન્મની આ અનોખી ઉજવણી કરી આ અનોખી પહેલ અંગે ગૌપ્રેમી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, ગાય એ ધરતીની ધણી છે અને તેનું દૂધ અમૃત સમાન પવિત્ર છે. આપણા વેદો અને પુરાણોમાં પણ ગાયનું મહત્વ સવિશેષ દર્શાવાયું છે.જેથી બાળકોને ગાયનું દૂધ પીવડાવવું જોઈએ અને ગૌમાતાનું રક્ષણ કરવું જોઈએ. પ્રદીપસિંહે વાછરડીના જન્મની આ અનોખી ઉજવણી કરીને સમાજને ગૌસેવા, જીવદયા અને પ્રકૃતિ પ્રેમનો એક ઉત્તમ તેમજ પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડ્યો છે.
Read Original Article →