દૂધસાગર ડેરીનો નિર્ણય:દૂધના ભાવમાં રૂ. 25નો વધારો, હવે ફેટની સાથે SNFના પણ વધારાના પૈસા ચૂકવનારી ગુજરાતની પ્રથમ ડેરી બની

Gujarat5/27/2026, 1:00:54 PM
દૂધસાગર ડેરીનો નિર્ણય:દૂધના ભાવમાં રૂ. 25નો વધારો, હવે ફેટની સાથે SNFના પણ વધારાના પૈસા ચૂકવનારી ગુજરાતની પ્રથમ ડેરી બની
મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરી શાસિત નિયામક મંડળ દ્વારા દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટ દીઠ રૂપિયા ૨૫નો માતબર વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે હવે દૂધનો ભાવ રૂપિયા 830થી વધીને રૂપિયા 855 પર પહોંચ્યો છે. ડેરી હવે ફેટની સાથે-સાથે SNFના પણ વધારાના પૈસા ચૂકવશે આ ભાવ વધારાની સાથે જ દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે એક ક્રાંતિકારી વ્યવસ્થા શરૂ કરી છે. સામાન્ય રીતે ગુજરાતની તમામ ડેરીઓ દૂધ ઉત્પાદકોને માત્ર ફેટના આધારે જ પૈસા ચૂકવે છે પરંતુ, દૂધસાગર ડેરી હવે ફેટની સાથે-સાથે એસ.એન.એફ. (SNF) ના પણ વધારાના પૈસા ચૂકવશે. દૂધ ઉત્પાદકોને ફેટ અને SNF બંનેના આધારે ચૂકવણું કરનારી દૂધસાગર ડેરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ડેરી બની ગઈ છે. ડેરી પ્રશાસન દ્વારા લેવાયેલા આ દૂધના ભાવ વધારા અને SNFના વધારાના પૈસા ચૂકવવાના નિર્ણયને પગલે દૂધ ઉત્પાદકોને વાર્ષિક રૂપિયા 100 કરોડથી પણ વધુનો આર્થિક ફાયદો થશે.જેથી પશુપાલકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
Read Original Article →