તસ્કરી:શંખલપુર મંદિરે ડૉક્ટરનો રૂ.3 લાખનો સોનાનો દોરો ચોરાયો

Gujarat4/8/2026, 12:00:00 AM
યાત્રાધામ બહુચરાજી પાસે આવેલા શંખલપુર બહુચર માતાજીના મંદિરે ચૈત્રી પૂનમની રાત્રે દર્શન કરવા ગયેલા ડૉક્ટરના ગળામાંથી અજાણ્યો શખ્સ ભીડમાં રૂ.3.07 લાખની કિંમતનો સોનાનો દોરો ચોરી ફરાર થઈ ગયો હતી. જે મામલે બહુચરાજી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ સાબરકાંઠાના અને હાલ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતા ડૉ. નિસર્ગ જીતેન્દ્રકુમાર પટેલ ગત ગુરુવારે ચૈત્રી પૂનમ નિમિત્તે પત્ની તેમજ સાસુ અને સાળી સાથે શંખલપુર મંદિરે માતાજીની પાલખીના દર્શન કરવા આવ્યા હતા. રાત્રિના 11 વાગ્યાના અરસામાં તેઓ મંદિરની આગળ પાલખીના દર્શન માટે ભીડમાં ઉભા હતા, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેમની નજર ચુકવી ગળામાં પહેરેલો આશરે 20 ગ્રામ સોનાનો દોરો તોડી ગયો હતો. તેની જાણ થતાં ડૉક્ટરે આજુબાજુ તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં આખરે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →