માંગ:ખણુસામાં ખેતરમાં જવાનો કાયમી રસ્તો આપવા તંત્ર સમક્ષ માગણી
વિજાપુર તાલુકાના ખણુસા ગામની સીમમાં અન્ય ખેતરોની વચ્ચે આવેલી 10 વીઘા જમીનમાં જવા માટેનો કાયમી રસ્તો ન હોવાથી ત્રણ ખેડૂતોએ સ્થાનિક મામલતદારથી લઇ જિલ્લા કલેક્ટર સમક્ષ ખેતરમાં જવા માટે રસ્તાની માંગ કરી છે. ખણુસા ગામના મયુરભાઈ પટેલ, ભરતભાઈ પટેલ સહિત ત્રણ ખેડૂતોની ગામની સીમમાં 10 વીઘા જમીન આવેલી છે. તેમની આ જમીનમાં જવા કાયમી રસ્તો ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે. ખાસ કરીને વાહન લઈને જવા આવવા અન્ય ખેડૂતોને આધીન રહેવું પડે છે. જેને લઇ ત્રણેય ખેડૂતોએ સ્થાનિક મામલતદાર અને જિલ્લા કલેક્ટર સુધી કાયમી રસ્તાની માંગણી કરી છે. ખેડૂત મયુરભાઈ પટેલના કહેવા મુજબ, અમારી જમીનમાં પહેલા રસ્તો હતો પણ અત્યારે પુરાઈ ગયો છે. ખેડૂતોની રસ્તાની માંગણી સામે નગરપાલિકાના ચીફ ઓફિસરે રસ્તાની જગ્યા ગામ દફતરે સર્વે નંબર 1266 સરકારી હેડે બોલે છે. જમીનનો ઉપયોગ રોડ માર્ગ તરીકે દર્શાવેલ છે. પરંતુ સ્થળ પર કોઈ રસ્તો નથી. આથી ડીઆઇએલઆર મારફતે માપણી કરાવી રસ્તો નિર્ધારિત કરી દબાણ માલુમ પડે તો આ જગ્યા શ્રી સરકાર હોવાથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ તે દબાણ દૂર કરવાની સત્તા નગરપાલિકાને નથી. જેથી મામલતદાર મારફતે દબાણ દૂર કરી રસ્તો નગરપાલિકાને કબજો આપવા જણાવ્યું છે. પરંતુ, ખેડૂતોને રસ્તાનો હજુ કોઈ ઉકેલ મળ્યો નથી.
Read Original Article →