'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં':જમીન ગુમાવવાના ડરે દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા, રાજકીય વર્તુળોમાં ફફડાટ
મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ગામોમાં વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. તાવડિયા અને ઉચરપી ગામ બાદ હવે દેલા ગામના ગ્રામજનોએ પણ આગામી મનપા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. ગામમાં ઠેર-ઠેર "કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં" એવા બેનરો લગાવી દેવામાં આવતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેતી અને પશુપાલન પર સંકટનો ડર
દેલા ગામના ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે મહેસાણા પૂર્વ વિસ્તારમાં ભારત માલા હાઇવે, શામળાજી હાઇવે, રીંગ રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જેવા પ્રોજેક્ટ્સને કારણે તેમની મહામૂલી જમીનો છીનવાઈ રહી છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારોને ડર છે કે જો જમીન જ નહીં રહે, તો પશુપાલન અને ગુજરાન કેવી રીતે ચલાવવું? રોજગારી ગુમાવવાના ભયે ગ્રામજનોને આંદોલનના માર્ગે વાળ્યા છે. વહીવટી શૂન્યાવકાશ અને કોર્ટ કેસ
સ્થાનિક અગ્રણી કિરણ ચૌધરીએ જણાવ્યું હતું કે મનપામાં જોડાવાનો વિરોધ પહેલા દિવસથી જ છે અને આ મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન છે, જેનો ચુકાદો આગામી શુક્રવારે આવવાની શક્યતા છે. બીજી તરફ, છેલ્લા ચાર-પાંચ મહિનાથી ગ્રામ પંચાયતને તાળા મારી દેવામાં આવ્યા હોવાથી વહીવટી તંત્ર ખોરવાયું છે: વધતો જતો બહિષ્કાર
મહેસાણા મનપાની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ દેલા, રામપુરા, સોભાસણ અને હેબુવા જેવા ગામોમાં એકસૂરે વિરોધ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આ મિજાજ જોતા આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે, જે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે.
Read Original Article →