બેરિકેટિંગને લીધે અકસ્માતની ભીતિ:તા.પં.પાસે રોડના વળાંકમાં વચ્ચે પતરાંના કારણે અકસ્માતનો ભય

Gujarat4/11/2026, 12:00:00 AM
બેરિકેટિંગને લીધે અકસ્માતની ભીતિ:તા.પં.પાસે રોડના વળાંકમાં વચ્ચે પતરાંના કારણે અકસ્માતનો ભય
મહેસાણા તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત તરફ જવાના મુખ્ય વળાંક પર મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીને પગલે લોખંડના પતરાંનીઆડ શ (બેરિકેટિંગ) મૂકવામાં આવી છે. જોકે, મુખ્ય રોડ પર વળાંકની વચ્ચે જ પતરાં લગાવી દેવામાં આવ્યા હોવાથી સામેની તરફથી આવતાં વાહનો બિલકુલ દેખાતાં નથી. જેને કારણે વાહનચાલકોમાં અકસ્માતનું જોખમ વધ્યું છે. આ સ્થળે ચાર રસ્તા ભેગા થતા હોવાથી રાહદારીઓની સતત અવરજવર રહે છે. પતરાંના કારણે રાહદારીઓને પણ રસ્તો ઓળંગવામાં મુશ્કેલી પડી રહી છે. સાઈકલ, ટુ-વ્હીલર અને રિક્ષા જેવાં નાનાં વાહનો અવારનવાર આ વળાંક પરથી રોંગ સાઈડમાં આવતાં હોય છે. પતરાંની આડશને લીધે સામેથી આવતાં વાહનચાલકને આવાં વાહનોનો અંદાજ આવતો નથી, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેમ છે.
Read Original Article →