નીતિન પટેલ વિરુદ્ધ ઓડિયો ક્લિપ વિવાદ, ચંદ્રકાન્ત પટેલ મીડિયાથી ભાગ્યા:મહેસાણા મનપાના પદાધિકારીઓને ઔપચારિક શુભેચ્છાઓ પાઠવી, મીડિયાને જોઈને ચાલતી પકડી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી વિવાદાસ્પદ ઓડિયો ક્લિપનો મામલો હજુ શાંત પડ્યો નથી. ત્યાં આ વિવાદના મુખ્ય પાત્ર ગણાતા ચંદ્રકાન્ત પટેલ મહેસાણામાં જાહેરમાં જોવા મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ઓડિયો ક્લિપમાં અભદ્ર અને બેફામ વાણીવિલાસ કરનાર ચંદ્રકાન્ત પટેલ ઉર્ફે દાસ તાજેતરમાં જ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. જેઓ આજે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતાં. વાયરલ ઓડિયો ક્લિપ અંગે સવાલો કરતા ચાલતી પકડી
કોર્પોરેશનમાં નવીન વરાયેલા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ઔપચારિક શુભેચ્છાઓ પાઠવ્યા બાદ ચંદ્રકાન્ત પટેલ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે, આ દરમિયાન ત્યાં હાજર મીડિયાકર્મીઓએ વાયરલ ઓડિયો ક્લિપ અંગે તેમનો પક્ષ જાણવા અને સવાલો પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે આ મુદ્દે કંઈ પણ કહેવાનું સાફ ટાળ્યું હતું. ઓડિયો ક્લિપના ગંભીર વિવાદ પર જવાબ આપવાને બદલે ચંદ્રકાન્ત પટેલે મીડિયા સમક્ષથી ચાલતી પકડી હતી અને સવાલોથી બચીને ભાગતા નજરે પડ્યા હતા. જેને પગલે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ સમાચાર પણ વાંચો મહેસાણા ભાજપના કોર્પોરેટરનો બફાટ, 'મેં નીતિન પટેલનું પિક્ચર પૂરૂ કરી નાખ્યું' મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ-8માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક ઓડિયો ક્લિપ શુક્રવારે વાઈરલ થઈ હતી. જેમાં ચંદ્રકાંત પટેલ ભાજપના અન્ય એક નેતા સાથે ચૂંટણી મુદ્દે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ચંદ્રકાંત પટેલ એવું કહેતા જણાઈ આવ્યા હતા કે તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પિક્ચર પૂરૂ કરી નાખ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →