જુગારીઓ રંગે હાથ ઝડપાયા:ઊંઝામાં રબારીવાસ નજીક જુગાર રમતા 8 ઝડપાયા

Gujarat5/12/2026, 1:51:13 AM
પેટ્રોલિંગમાં નીકળેલી ઊંઝા પોલીસને બાતમી મળી હતી કે, ઉમિયા માતાના મંદિરની સામે ઉમિયા પરામાં રબારી વાસ આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેને આધારે પોલીસે બાતમી સ્થળે રેડ કરી કોર્ડન કરી 8 શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.11,220નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા મુજબ તમામ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા જુગારીઓ 1.બારીશ પરેશભાઈ પટેલ નવા ઘર નગરપાલિકા સામે 2.વિરપાલ ઉર્ફે વીરુ રઘુવીરભાઈ ચૌધરી રહે. ઉમિયા પરૂ રબારીવાસ 3.પ્રમોદ દોરીલાલ લોધી રેલવે બંધ ફાટક પાસે 4.દશરથ શીવાભાઈ રબારી કૃષ્ણ પરુ 5.લક્ષ્મણભાઈ દલાભાઈ જોશી ઝવેરીપુરા 6.ચેતન હરજીભાઈ નાયી નવાગંજ બજાર 7.અરવિંદ મોહનભાઈ જોશી સજ્જનનગર (રહે. તમામ ઊંઝા) 8. ફુલાજી લક્ષ્મણજી ઠાકોર રહે.રામનગર સોસાયટી સામે,ખલી પરુ, ઉનાવા.
Read Original Article →