કોંગ્રેસ ધારાસભ્યના ભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું:મહીસાગરની વિરાણીયા સીટ પરથી કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યો

Gujarat4/10/2026, 12:08:16 PM
કોંગ્રેસ ધારાસભ્યના ભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું:મહીસાગરની વિરાણીયા સીટ પરથી કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યો
મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિરાણીયા જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસના ભારતસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેમણે કાર્યકરોના સમર્થન વચ્ચે પ્રાંત અધિકારીને ફોર્મ સુપરત કર્યું હતું. આ ઉમેદવારી ખાસ ચર્ચાનો વિષય બની છે, કારણ કે ભારતસિંહ ચૌહાણ લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નાના ભાઈ છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિરાણીયાથી લુણાવાડા સુધી ડીજે અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભવ્ય માહોલ વચ્ચે ફોર્મ ભરવામાં પહોંચ્યા હતા અને ફોર્મ ભર્યું હતું. મહીસાગર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો છે. હાલ કોંગ્રેસે વિરાણીયા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યો છે, જ્યારે ભાજપ દ્વારા હજુ યાદી જાહેર કરવામાં આવી નથી. ભારતસિંહ ચૌહાણે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરીને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Read Original Article →