મહીસાગર: બાકી મોટર વાહન કર ભરવા અપીલ:ન ભરનારા વાહન માલિકો સામે મોટર વેહિકલ એક્ટ હેઠળ કાર્યવાહી થશે
મહીસાગર જિલ્લામાં ઘણા વાહન માલિકોએ લાંબા સમયથી મોટર વાહન કર ભર્યો નથી. જેને પગલે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (ARTO) કચેરી દ્વારા બાકી કર ધરાવતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કચેરી દ્વારા જણાવાયું છે કે મોટર વેહિકલ એક્ટ, સંબંધિત નિયમો અને ગુજરાત મોટર વાહન કર નિયમો હેઠળ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીમાં વાહન ડિટેઈન કરવું, દંડ વસૂલવો અને અન્ય કાયદેસરની કાર્યવાહીનો સમાવેશ થાય છે. તમામ વાહન માલિકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ તાત્કાલિક પોતાના વાહનનો બાકી ટેક્સ અને અન્ય લેણાંની વિગતો ચકાસીને સત્વરે ભરપાઈ કરી દે. આમ કરવાથી કાયદેસરની કાર્યવાહી ટાળી શકાશે. વધુ માહિતી માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, લુણાવાડાનો સંપર્ક કરવા જણાવાયું છે.
Read Original Article →