બાલાસિનોર ગુનાનો ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો:મહીસાગર SOG ટીમે ટેકનિકલ સર્વેલન્સથી દબોચ્યો
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે 1 એપ્રિલ, 2026 થી 30 એપ્રિલ, 2026 સુધી એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવના ભાગરૂપે, મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ SOG PI વી.ડી. ધોરડાએ PSI એચ.બી. સિસોદીયા અને SOG સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન, SOG PI વી.ડી. ધોરડાને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 318(4), 54 અને IT એક્ટ 66(ડી) હેઠળ નોંધાયેલા ગુનાનો ફરાર આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઈ લીમડીવાલા અમદાવાદના જમાલપુરમાં જૂની અંજુમન હાઈસ્કૂલ પાછળ આવેલા પોતાના ઘરે હાજર હતો. આ બાતમીના આધારે, SOG ટીમના PSI એચ.બી. સિસોદીયા, ASI કિર્તીપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ અક્ષયભાઈ, કોન્સ્ટેબલ નથુભાઈ અને મયુરસિંહની ટીમને અમદાવાદ મોકલવામાં આવી હતી. ટીમે તપાસ કરતા ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની લીમડીવાલા મળી આવ્યો હતો. SOG ટીમે આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરી હતી. વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને બાલાસિનોર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Read Original Article →