મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો:મહીસાગર SOGને બાલાસિનોર પોલીસ સ્ટેશને નોંધાયેલ કેસમાં સફળતા મળી

Gujarat6/9/2026, 12:39:28 PM
મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો:મહીસાગર SOGને બાલાસિનોર પોલીસ સ્ટેશને નોંધાયેલ કેસમાં સફળતા મળી
મહીસાગર જિલ્લામાં મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓને ઉકેલવા માટે પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, મહીસાગર SOGએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મેળવી છે. એસ.ઓ.જી. પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.બી. સિસોદિયા અને એસ.ઓ.જી.ની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બી.એન.એસ. કલમ 303(2) મુજબના ગુનામાં ચોરી થયેલો GALAXY A06 સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા સરવાણિયા નજીક સુથાર વાસા ગામે છે. આ માહિતીના આધારે, એસ.ઓ.જી. પીએસઆઈ એચ.બી. સિસોદિયા, એ.એસ.આઈ. કીર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ અક્ષયભાઈ અને કોન્સ્ટેબલ નથુભાઈ, મયુસિંહની ટીમને લીમખેડા મોકલવામાં આવી હતી. ટીમે આરોપી કનુ રામલાભાઈ મુનિયા (રહે. મુવાલી ફળિયું, સુથારવાસા, તા. લીમખેડા, જિ. દાહોદ)ને રૂ. 18,499ની કિંમતના ચોરી થયેલા મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીને વધુ કાર્યવાહી માટે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Read Original Article →