બાકોર પોલીસ સ્ટેશને નોંધાયેલ કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો:મહીસાગર SOGએ જૂનાગઢના વિસાવદરથી પકડી પાડ્યો

Gujarat4/9/2026, 7:01:25 AM
બાકોર પોલીસ સ્ટેશને નોંધાયેલ કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો:મહીસાગર SOGએ જૂનાગઢના વિસાવદરથી પકડી પાડ્યો
મહીસાગર SOGએ બાકોર પોલીસ સ્ટેશનના એક ગુનામાં નાસતા ફરતા આરોપી શૈલેષ વિશ્રામભાઈ હોબાને જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી બાકોર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 318(4), 54 હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેના ભાગરૂપે, SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.બી. સિસોદીયા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે, આરોપી શૈલેષ વિશ્રામભાઈ હોબા (રહે. રાજગોર, તા. મેઘરજ, જી. અરવલ્લી) જૂનાગઢ જિલ્લાના વિસાવદરના જાંબુડી ગામે એક મંદિરમાં પથ્થર ઘસવાની મજૂરી કરી રહ્યો છે અને હાલ આપાગીગા મંદિર પાછળ રહે છે.
Read Original Article →