મહીસાગર LCBએ ફરાર આરોપીને ઝડપ્યો:પ્રોહીબીશન કેસમાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઘરેથી દબોચી લીધો
મહીસાગર જિલ્લા LCBએ ડીટવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી નરવત રામા માલીવાડને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી. આ તપાસ દરમિયાન, LCB સ્ટાફના ASI વિક્રમને ચોક્કસ બાતમી મળી હતી કે, ડીટવાસ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81, 116બી હેઠળ નોંધાયેલા ગુનાનો ફરાર આરોપી નરવત રામા માલીવાડ (રહે. નાના ભાગલીયા, તા. કડાણા, જી. મહીસાગર) હાલ તેના ઘરે હાજર છે. આ બાતમીના આધારે, LCB સ્ટાફના કર્મચારીઓએ આરોપીના ઘરે જઈ તપાસ કરતા તે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →