ખેતીવાડી વિભાગની ખેડૂતોને અપીલ:પ્રી-મોન્સૂન વરસાદને વાવણીલાયક ન ગણશો; વાવેતરમાં ઉતાવળ ન કરો
મહીસાગર જિલ્લામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે. આ વચ્ચે, જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતોને હાલના વરસાદને વાવણીલાયક ન ગણવા અને ઉતાવળમાં વાવેતર ન કરવા અપીલ કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યા છે. મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં થઈ રહેલો વરસાદ માત્ર પ્રી-મોન્સૂન પ્રવૃત્તિનો ભાગ છે. ખેડૂતોએ તેને વાવણીલાયક વરસાદ માનીને બિયારણનો બગાડ ન કરવો. તેમણે વધુમાં ઉમેર્યું કે, જિલ્લામાં ચોમાસાનું વિધિવત આગમન થયા બાદ અને જમીન પૂરતા પ્રમાણમાં ઓલવાઈ ગયા પછી જ વાવેતરની શરૂઆત કરવી ખેડૂતોના હિતમાં રહેશે.
ખેતીવાડી વિભાગે ખેડૂતોને હાલના તબક્કે ખેતર સુધારણા, જમીન તૈયાર કરવાની કામગીરી અને અન્ય પૂર્વ તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. આનાથી ચોમાસું સ્થિર થયા બાદ યોગ્ય સમયે વાવેતર કરી સારા ઉત્પાદનની આશા રાખી શકાય છે.
Read Original Article →