મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ:CID ક્રાઈમ દ્વારા ₹123 કરોડના કૌભાંડમાં કાર્યવાહી

Gujarat4/8/2026, 3:37:28 PM
મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ:CID ક્રાઈમ દ્વારા ₹123 કરોડના કૌભાંડમાં કાર્યવાહી
મહીસાગર જિલ્લામાં ₹123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે CID ક્રાઈમ દ્વારા વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અત્યાર સુધી અનેક લોકોની ધરપકડ થઈ ચૂકી છે. વડોદરા CID ક્રાઈમ દ્વારા આ સમગ્ર કૌભાંડની ફરિયાદ નોંધવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન રાજેન્દ્રસિંહ સોલંકી નામના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં કોન્ટ્રાક્ટરોની ભૂમિકા સામે આવ્યા બાદ તેમની સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના આ કૌભાંડમાં ધરપકડનો દોર યથાવત છે. CID ક્રાઈમની આ કાર્યવાહીને કારણે કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →