મહીસાગર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ:ભાજપ, કોંગ્રેસ, AAP સહિત અપક્ષ ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો
મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લા સેવા સદન અને તાલુકા મથકો પર ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો. જિલ્લા પંચાયતની ૨૮ અને ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો માટે આગામી ૨૬ એપ્રિલે મતદાન થશે. લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની પેટા ચૂંટણી માટે પણ આજે ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો રજૂ કર્યા. મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. આવતીકાલે ફોર્મની ચકાસણી થશે, ત્યારબાદ કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે સ્પષ્ટ થશે.
Read Original Article →