બાલાસિનોરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:મહીસાગર LCBએ બે આરોપી ઝડપી ₹1.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Gujarat5/23/2026, 2:24:25 PM
બાલાસિનોરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:મહીસાગર LCBએ બે આરોપી ઝડપી ₹1.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આ ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મહીસાગર LCB પીઆઈ એમ.કે. ખાંટના નેતૃત્વ હેઠળ, મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન, પીએસઆઈ પી.એમ. મકવાણા અને તેમની ટીમે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305(એ), 331(3), 331(4) હેઠળ નોંધાયેલા ગુનામાં CCTV ફૂટેજ તેમજ મહીસાગર, ખેડા અને આણંદ નેત્રમની મદદથી આરોપીઓની ઓળખ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં આણંદ જિલ્લાના અંબાવ (આસોદર ચોકડી) નો રહેવાસી અજીતસિંગ સોનસિંગ સરદાર અને ખંભાતની નવી નગરીનો રહેવાસી અજયસિંગ ઉર્ફે ઇલ્લો પંચમસિંગ સરદારનો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓને તેમના નિવાસસ્થાનેથી પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ બાલાસિનોર ટાઉન વિસ્તારમાં અલગ અલગ બંધ મકાનોના દરવાજા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી કુલ ₹1,77,000 નો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →