મહીસાગર જિલ્લામાં બપોર બાદ વરસાદ:કેટલાક વિસ્તારોમાં ધોધમાર, ક્યાંક ધીમીધારે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, મહીસાગર જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આ પલટાને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. લુણાવાડા તાલુકાના તાલધામોદ, લાલસર, સાધકપુર, વખતપુર, સરોલી, જુફરાલી અને કડાછલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. લુણાવાડા શહેરમાં પણ ધીમી ધારે હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, વીરપુર નગર અને બાલાસિનોર તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ થયો હતો. વાતાવરણમાં આવેલા આ પલટા અને વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી.
Read Original Article →