મહીસાગર જિલ્લામાં ગરમીમાંથી લોકોને આંશિક રાહત:તાપમાન 41 ડિગ્રી નોંધાયું, આગામી દિવસોમાં વધુ 2-3 ડિગ્રી ઘટવાની શક્યતા

Gujarat5/20/2026, 11:56:36 AM
મહીસાગર જિલ્લામાં ગરમીમાંથી લોકોને આંશિક રાહત:તાપમાન 41 ડિગ્રી નોંધાયું, આગામી દિવસોમાં વધુ 2-3 ડિગ્રી ઘટવાની શક્યતા
મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. આજે 20 મેના રોજ જિલ્લાનું તાપમાન ઘટીને 41 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે. રાજ્યભરમાં 9 એપ્રિલથી સતત ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, જ્યાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાતું હતું અને અમુક દિવસોમાં 44 ડિગ્રી ગરમીનો પારો પહોંચી ગયો હતો. લૂ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેથી છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી આ ગરમીથી લોકો પરેશાન હતા. ત્યારે હવે મહીસાગરમાં ઊંચા તાપમાનમાં ક્રમશઃ ઘટાડો નોંધાયો છે. આ સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધુ ઘટાડો થવાની શક્યતા છે. જોકે, 25 મે સુધી રાજ્યમાં મુખ્યત્વે વાતાવરણ શુષ્ક રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Read Original Article →