મહીસાગરમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:DDO યુવરાજ સિધાર્થના અધ્યક્ષસ્થાને પ્રજાહિતના પ્રશ્નોની ચર્ચા
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિ (ભાગ 1 અને 2) ની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના સર્વાંગી વિકાસ અને નાગરિકોના પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ અંગે સમીક્ષા કરવાનો હતો. આ સંકલન સમિતિની બેઠકમાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. બંને ધારાસભ્યોએ પોતાના વિસ્તારના નાગરિકોની સુખાકારી, પ્રાથમિક સુવિધાઓ અને અન્ય પ્રજાહિતલક્ષી વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના ઝડપી અને યોગ્ય ઉકેલ માટે અધ્યક્ષ યુવરાજ સિધાર્થે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના નિયામક ચંદ્રિકાબેન ભાભોર સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
Read Original Article →