મહીસાગરમાં ભાજપનો આંતરિક અસંતોષ સપાટી પર:ટિકિટ વહેંચણીથી નારાજ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખનું રાજીનામું, સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો

Gujarat4/11/2026, 12:03:07 PM
મહીસાગરમાં ભાજપનો આંતરિક અસંતોષ સપાટી પર:ટિકિટ વહેંચણીથી નારાજ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખનું રાજીનામું, સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતા જ મહીસાગર જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ રણજીતસિંહ ચંદુભાઈ બારીયાએ ટિકિટ વહેંચણીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ કરી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પક્ષના પાયાના કાર્યકર ગણાતા નેતાના આ પગલાથી જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સિદ્ધાંતોના ઉલ્લંઘનનો આક્ષેપ રણજીતસિંહ બારીયાએ પક્ષ છોડવાના કારણમાં જણાવ્યું હતું કે, નવીન ગોધર તાલુકાની ટિકિટ વહેંચણી પ્રક્રિયામાં ભાજપના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું નથી. પક્ષમાં લાંબા સમયથી સક્રિય હોવા છતાં સતત અવગણના કરવામાં આવતી હોવાનો સુર તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવી પરિસ્થિતિમાં તેઓ હવે પક્ષ સાથે જોડાયેલા રહેવા માંગતા નથી. સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી તેમણે રાજીનામાનો નિર્ણય સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યો હતો. પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરી તેમણે પક્ષના વલણ સામે રોષ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રણજીતસિંહ બારીયા અગાઉ જિલ્લા મોરચામાં મંત્રી તરીકે અને સંતરામપુરની વાંકડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. વર્ષોની વફાદારી છતાં ચૂંટણી ટાણે થયેલી ઉપેક્ષાને તેમણે રાજીનામાનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
Read Original Article →