મહીસાગર ન્યાયાલયમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:લુણાવાડા કોર્ટ સંકુલમાં ડિસ્ટ્રીક્ટ જજની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ; પર્યાવરણ જતનનો સંદેશ અપાયો
મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી લુણાવાડા સ્થિત ડીસ્ટ્રીક્ટ કોર્ટ સંકુલ ખાતે કરવામાં આવી હતી. આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ "પ્રકૃતિથી પ્રેરિત આબોહવા માટે, આપણા ભવિષ્ય માટે" રાખવામાં આવી હતી. આ પ્રસંગે ચેરમેન તથા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ એમ. એન. ગડકરીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો. વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિના આ કાર્યક્રમમાં ન્યાયતંત્રના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ફેમીલી જજ ટી.એચ.દવે, એડી. ડીસ્ટ્રીક્ટ જજ એન.જી.દવે, ચીફ જ્યુડી. મેજી. એચ.એ.પંડ્યા, ફુલ ટાઈમ સેક્રેટરી કે.ટી.ગુરનાની, એડી. સીવીલ જજ આર.એ.પટેલ, ડી.જી.પી. એસ.આર.ડામોર અને મહીસાગર બારના પ્રમુખ જે.જે. મકવાણાનો સમાવેશ થાય છે. આ મહાનુભાવો ઉપરાંત, ચીફ એલ.એ.ડી.સી., તમામ એલ.એ.ડી.સી. વકીલ, અન્ય વકીલો અને ડીસ્ટ્રીકટ કોર્ટના તમામ કર્મચારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સૌએ પર્યાવરણ સુરક્ષા અને વૃક્ષોના જતન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Read Original Article →