લુણાવાડામાં સ્કોર્પિયોએ 3 બાળકને ઉલાળ્યાં, સારવારમાં એકનું મોત:ગાંધીનગરની પાસિંગની ગાડી ધડાકાભેર વીજપોલને અથડાઈ, 2 બાળકોને અમદાવાદ રીફર કરાયા
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના આરામપુરા વિસ્તારમાં વાસીયા તળાવ પાસે ગઈકાલે બપોરે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવતી GJ-18-EH-4001 નંબરની સ્કોર્પિયો કારે ઘર આંગણે રમી રહેલા ત્રણ બાળકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણેય બાળકોને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો
અકસ્માત બાદ સ્કોર્પિયો કાર વીજપોલ સાથે અથડાતા વીજપોલ પણ તૂટી ગયો હતો. સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જણાઈ રહ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર ચાલકને કસ્ટડીમાં લીધો હતો. અકસ્માતમાં તેને પણ ઈજાઓ થતા સારવાર માટે લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્રણેય બાળકોને મોડાસા રીફર કરાયા હતા
ઈજાગ્રસ્ત ત્રણેય બાળકોને પ્રાથમિક સારવાર બાદ મોડાસા હોસ્પિટલ રીફર કરાયા હતા. ત્યાં સારવાર દરમિયાન અરબ મહોમદ ઝિયાન જુનેદ (ઉંમર આશરે 4.5 વર્ષ) નામના બાળકનું મોત થયું હતું. અન્ય બે ગંભીર ઈજાગ્રસ્ત બાળકોને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. FSLએ ઘટનાસ્થળે પુરાવા એકત્ર કર્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહીસાગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ડીવાયએસપી કમલેશ વસાવાએ પણ સ્થળની મુલાકાત લઈ તપાસની સમીક્ષા કરી હતી. FSL ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે.
Read Original Article →