લુણાવાડામાં ઝાડી-ઝાંખરામાં આગ લાગી:ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આજે આગ લાગવાનો બનાવ બન્યો હતો. શહેરના વરધરી રોડ પર આવેલા દરકોલી તળાવ પાસેની ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગના કારણે ઉપરથી પસાર થતા વીજ વાયરને પણ નુકસાન થયું હતું. ઘટનાને પગલે MGVCLની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →