મહીસાગર SOGએ ફરાર આરોપીને દબોચ્યો:કોઠંબાના આર્મ્સ એક્ટ, ધાડના ફરાર આરોપીને ઝડપ્યો

Gujarat6/5/2026, 3:29:56 PM
મહીસાગર SOGએ ફરાર આરોપીને દબોચ્યો:કોઠંબાના આર્મ્સ એક્ટ, ધાડના ફરાર આરોપીને ઝડપ્યો
મહીસાગર જિલ્લામાં કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટ અને ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપી મુકેશ મંગળભાઈ ઠાકોરને મહીસાગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને I/C પોલીસ અધિક્ષક કમલેશ વસાવા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, SOG PI વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ PSI એચ.બી. સિસોદિયા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. SOG PI વી.ડી. ધોરડાને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, કોઠંબા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 310(4), 310(5) તથા આર્મ્સ એક્ટ 25 (1-બી)(એ) હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી મુકેશ મંગળભાઈ ઠાકોર, રહે. કંબોપા ભુડિયા, તા. બાલાસિનોર, જી. મહીસાગર, હાલ ડેટા ગામની સીમમાં છાણિયું ખાતર ભરવાનું કામ કરતો હતો. બાતમીના આધારે, SOG ટીમના PSI એચ.બી. સિસોદિયાએ ASI જીતેન્દ્રભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ, નટવરસિંહ, હેમંતકુમાર અને કોન્સ્ટેબલ મયુરસિંહ સહિતની ટીમને સૂચના આપી હતી. ટીમે બાતમીવાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા નાસતો ફરતો આરોપી મુકેશ ઠાકોર મળી આવ્યો હતો. તેને તાત્કાલિક ઝડપી પાડી કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Read Original Article →