મહિસાગરના પાંચ કલસ્ટરમાં સેચ્યુરેશન કેમ્પ યોજાયા:ગ્રામજનોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભ મળ્યા

Gujarat5/21/2026, 1:15:55 PM
મહિસાગરના પાંચ કલસ્ટરમાં સેચ્યુરેશન કેમ્પ યોજાયા:ગ્રામજનોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભ મળ્યા
રાજ્ય સરકારના 'જનભાગીદારી અભિયાન - સબસે દૂર સબસે પહેલે સંકલ્પ' અંતર્ગત જિલ્લાના પાંચ કલસ્ટર - હિરાપુર, ચુથાના મુવાડા, સંધરી, ગુગલિયા અને પાનમ પાલ્લામાં સેચ્યુરેશન કેમ્પ યોજાયા હતા. આ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ લોકોને સરકારી યોજનાઓની માહિતી આપી, તેમના લાભો ઘરઆંગણે પહોંચાડવાનો હતો. આ સેચ્યુરેશન કેમ્પમાં મહેસૂલ અને પંચાયત વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. નાગરિકોને સ્થળ પર જ નવા રેશનકાર્ડ, આધાર કાર્ડ બનાવવાની અને તેમાં સુધારા-વધારા કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, જાતિ અને ડોમિસાઇલ પ્રમાણપત્રો પણ કાઢી આપવામાં આવ્યા હતા. સામાજિક સુરક્ષા વિભાગ હેઠળ નિરાધાર વિધવા સહાય યોજના, દિવ્યાંગ પેન્શન સહાય યોજના અને વૃદ્ધ પેન્શન યોજનાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને શોધીને સ્થળ પર જ પેન્શન યોજનાના લાભ આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ કેમ્પમાં સક્રિય કામગીરી કરાઈ હતી. જેમાં આયુષ્માન ભારત કાર્ડ (PMJAY) કાઢી આપવા, પી.એમ. માતૃ વંદના યોજના, મિશન ઇન્દ્રધનુષ, ટી.બી. મુક્ત ભારત અભિયાન અને સિકલ સેલ સ્ક્રીનીંગ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓનો લાભ ગ્રામજનોને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવ્યો હતો. નાગરિકોના આર્થિક ઉત્કર્ષ, રોજગારી અને ખેડૂતોના કલ્યાણ માટે પણ વિવિધ વિભાગોના સંકલનથી અનેક યોજનાઓ આવરી લેવાઈ હતી. આમાં પી.એમ. જનધન યોજના, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા, મુદ્રા યોજના, વનધન યોજના, પી.એમ. વિશ્વકર્મા યોજના, પી.એમ. સુરક્ષા વીમા યોજના અને પી.એમ. જીવન જ્યોતિ વીમા યોજનાના ફોર્મ ભરાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. ખેડૂતો માટે પી.એમ. કિસાન યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ગરીબો માટે પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજનાની કામગીરી પણ સઘન રીતે હાથ ધરવામાં આવી હતી. તમામ વિભાગોના સંયુક્ત પ્રયાસો અને સ્થાનિક જનભાગીદારીથી આ કેમ્પ છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં સફળ રહ્યો હતો.
Read Original Article →