પૂર્વ શિક્ષણમંત્રી ડો.કુબેર ડિંડોર બસમાં ગાંધીનગર ગયા:ક્રૂડના ભાવ વધતા જાહેર પરિવહન અપનાવવા લોકોને અપીલ કરી

Gujarat5/20/2026, 9:44:56 AM
પૂર્વ શિક્ષણમંત્રી ડો.કુબેર ડિંડોર બસમાં ગાંધીનગર ગયા:ક્રૂડના ભાવ વધતા જાહેર પરિવહન અપનાવવા લોકોને અપીલ કરી
રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય ડૉ. કુબેર ડિંડોર આજે ગાંધીનગર જવા માટે સરકારી બસમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ક્રૂડના વધતા ભાવ અને ઇંધણ બચત અંગે જનજાગૃતિ લાવવા તેમણે લોકોને જાહેર પરિવહન અપનાવવા અપીલ કરી હતી. ડૉ. ડિંડોર સંતરામપુરથી નિમચ-ગાંધીનગર બસમાં સવાર થઈ ગાંધીનગર સચિવાલય ખાતે કામ અર્થે રવાના થયા હતા. આ પહેલ ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ઇંધણ બચત અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કરવામાં આવી છે. ડૉ. ડિંડોરે જણાવ્યું હતું કે, ઇંધણનો બિનજરૂરી વપરાશ ઘટાડવો એ સમયની માંગ છે. તેમણે લોકોને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને લગ્ન સીઝનમાં જાન અને અન્ય પ્રસંગોમાં વધુ ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. તેમના મતે, ઓછા વાહનોના ઉપયોગથી ઇંધણની બચત થશે અને ટ્રાફિક તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડો શક્ય બનશે. ડૉ. કુબેર ડિંડોરની આ પહેલને લોકો દ્વારા સકારાત્મક રીતે જોવામાં આવી રહી છે.
Read Original Article →